For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દાનને લઈને ઉમિયાધામની બે સંસ્થાના મોભીઓ વચ્ચે વાકયુદ્ધ

04:18 PM Dec 22, 2023 IST | Sejal barot
દાનને લઈને ઉમિયાધામની બે સંસ્થાના મોભીઓ વચ્ચે વાકયુદ્ધ

ધાર્મિક અને સામાજિક સંસ્થાના અપાતા દાન મુદ્દે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર પી પટેલના નિવેદનને લઇને વિવાદ સર્જાયો છે.વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ આર.પી. પટેલે દાનને લઇને કરેલા કેટલાક નિવેદનને લઇને બંને સંસ્થાના પ્રમુખ વચ્ચે શાબ્દિક યુધ્ધ છેડાયું છે. ઉલ્લેખનિય છે કે, વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર પી પેટલે જણાવ્યું હતું કે, રાજકીય હેતુ માટે દાન લખાવી, રકમ જમા નથી કરાવતા, રાજકીય મહત્વકાંક્ષાથી દાનની જાહેર કરનારાઓની નિયત પર સવાલ ઉઠાવ્યા હતા અને કેટલાક નિવેદન કર્યા હતા.
આર.પી.પટેલના આ નિવેદન બાદ ધાર્મિક, સામાજિક સંસ્થાઓમાં દાનને વિવાદ છેડાયો છે.કડવા પાટીદાર સમાજની બે સંસ્થાઓના આ બંને આગેવાનો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે.વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આર પી પટેલ અને ઉમિયા સંસ્થાના પ્રમુખ બાબુભાઇ પટેલે વચ્ચે આ મુદ્દ મતભેદ સર્જાતા બંને વચ્ચેના મતભેદ સપાટી પણ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે,દાનની રકમ લખાવનાર પર આર.પી.પટેલે કટેલાક આકરા નિવેદન આપ્યા હતા. જો કે તેમના વળતા જવાબમાં ઉમિયા ધામના પ્રમુખે કોના નામનો ઉલ્લેખ કર્યા વિના જવાબો આપ્યા હતા, બાબુભાઇ પટેલે જણાવ્યું હતું કે, દાન આપનારનો હાથ, દાન લેનારની ઉપર હોય છે. કડવા પાટીદાર સમાજની સંસ્થાઓમાં કરોડોનું દાન આપ્યુ છે, અમારો પરિવાર દસકોથી સામાજિક સંસ્થાનમાં દાન આપે છે.લખાવેલુ દાન કેવી રીતે રોકાય છે તે જેતે વ્યક્તિ વિચારે,દાન આપનાર વ્યક્તિ દાન લેનાર કોણ છે તેનું ધ્યાન રાખે છે જો કે અંતમાં બાબુભાઇએ સ્પષ્ટતા કરી કે, અમારા તરફથી કોઈ વિવાદ નથી, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને ઉમિયાધામ સંસ્થાન બંન્ને અમારા જ છે અને પેઢીથી અમે સંસ્થાઓને દાન આપીએ છીએ, રાજનેતાઓ જે દાન લખાવે છે તે આપે પણ છે,દાન આપનાર દાનની રકમ યોગ્ય રીતે વપરાય છે કે કેમ તેનું રાખે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement