For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રૈયા ઝોન સબ રજિ.માં 10 દી’નું વેઈટિંગ, ભારે દેકારો

03:51 PM Dec 24, 2024 IST | Bhumika
રૈયા ઝોન સબ રજિ માં 10 દી’નું વેઈટિંગ  ભારે દેકારો

મિલકતોના ખરીદ-વેચાણ ઉપર અસર, સ્લોટ વધારવા રેવન્યુ પ્રેક્ટિશનર્સ એસો.ની રજૂઆત

Advertisement

રાજકોટ સબરજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ રજીસ્ટ્રેશનના અવાર નવાર મુશ્કેલીઓ પડતી હોવાની વકીલો દ્વારા અગાઉ અનેકવાર રજૂઆત કરાઈ છે. ત્યારે સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન 4 (રૈયા)માં 10 દિવસની વેઈટીંગની સમસ્યાને પગલે રેવન્યુ પ્રેક્ટીસર્ન્સ એસોસીએશન દ્વારા સ્લોટ વધારવા મદદનીશ નોંધણી સર નિરિક્ષકને આવેદન પાઠવી ગાંધીનગર નોંધણીસર નિરિક્ષકને ઈ-મેઈલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

રાજકોટ મુકામે સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-4(રૈયા) આવેલ છે. જેમાં મોર્ગેજ ડીડ/રીક્ધવેપન્સ ડીડ સીવાયના અન્ય તમામ દસ્તાવેજો રજીસ્ટ્રેશન કરાવવા માટે આજે તારીખ 05/01/2025 મળે છે. આમ 10 દિવસનું વેઈટીંગ છે. જેના કારણે પક્ષકારોને દસ્તાવેજો રજીસ્ટ્રર કરાવવા માટે ખુબ જ મુશ્કેલી પડી રહી છે તેમજ હાલ ડીસેમ્બર મહીનો ચાલતો હોય ઘણા બધા ઍન.આર.આઈ. વ્યક્તિઓ પણ હાલ દસ્તાવેજ માટે આવેલ છે અને તેમને સમયમર્યાદાની અંદર પરત જવાનુ હોય આ વેઈટીંગ પીરીયડને કારણે તેઓ પણ મીલ્કત સમયમર્યાદામાં ખરીદ/વેંચાણ કરી શકતા ન હોય તેમજ ઘણા પક્ષકારોના ખરીદ વેંચાણના વ્યવહારો સમયમર્યાદાના કારણે કોઈપણ જાતના વ્યાજબી કારણ ન હોવા છતાં રદ થઈ રહેલ છે અને તેના કારણે તેઓ પણ તેઓની મિલકત ખરીદ વેચાણ કરી શકતા નથી. તેમજ જે લોકોએ બેકની લોનની પ્રોસેસ પુરી કરીને મીલ્કત ખરીદ કરવા નકકી કરેલ છે તેઓને બેંકે તારીખ સાથેના લોનની રકમના ચેક પણ ઈસ્યુ કરી દીધેલ છે તે પણ આ ઝોનમાં એપોઈન્ટમેન્ટ ન મળતી હોવાના કારણે રદ થઈ રહયા છે અને તેને કારણે પણ અરજદારોને મુશ્કેલી પડી રહી છે. તદ ઉપરાંત આ બીનજરૂૂરી ડીલેને કારણે પણ સરકારને આવકમાં ઘણુ મોટુ નુકશાન થઈ રહયુ છે. આ બાબતે રાજકોટ મુકામે અજયકુમાર ચારેલ (મદદનીશ નોંધણી સર નિરીક્ષક સાહેબ, રાજકોટ) ને અવાર-નવાર રજુઆત કરેલ છે અને તેઓએ જણાવ્યા મુજબ આ બાબતે તેઓએ પણ ઉચ્ચ કક્ષાએ લેખીતમાં જાણ પણ કરેલ છે. તેમ છતાં આ બાબતે ઘણો લાંબો સમય થઈ ગયેલ હોવા છતાં યોગ્ય નિર્ણય લેવામાં આવેલ નથી. ઉપરોકત સંજોગો તથા હકિકતો લક્ષમા લઈ રાજકોટ મુકામે આવેલ સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-4(રૈયા) માં દસ્તાવેજો રજીસ્ટ્રેશનના વધારાના સોલ્ટ તાત્કાલીક અસરથી ખોલી આપવા રેવન્યુ પ્રેક્ટિસનર્સ એસોસીએશન દ્વારા રાજકોટ મદદનીશ નોંધણી સર નિરીક્ષક અજયકુમાર ચારેલને લેખિત રજુઆત કરી ગાંધીનગર નોંધણી સર નિરીક્ષકને ઇમેઇલ દ્વારા રજુઆત કરવામાં આવી છે.

Advertisement

આ તકે રજુઆત કરવા રેવેન્યુ પ્રેક્ટિસનર્સ એસોસીએશનના પ્રમુખ એન.જે. પટેલ, ઉપ પ્રમુખ કિશોરભાઈ સખીયા, સેક્રેટરી જી.એલ. રામાણી, હિતેશ મહેતા, કેતન ગોસલીયા, રાકેશભાઈ ગોસ્વામી, દિલેશભાઈ શાહ, આર.ડી. ઝાલા, મહેશભાઈ સખીયા, એન.જી. દવે, યોગેશભાઈ સોમમાણેક, ભરતભાઈ ગન્ડેચા, બી. એસ. જાડેજા, આર.બી.એ.ના સેક્રેટરી સંદિપ વેકરિયા, સંદીપ ખેમાની, પ્રણવ પટેલ, આર.બી.એ.ના જો. સેક્રેટરી જીતુભાઇ પારેખ, ચિરાગભાઇ મેહતા, શબ્બીર લોખંડવાલા, રૂૂપેશભાઈ અનડક્ટ અને હેમંત ભટ્ટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement