For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખેલ મહાકુંભ-2025નો રાજકોટથી પ્રારંભ કરાવશે મુખ્યમંત્રી

05:53 PM Dec 26, 2024 IST | Bhumika
ખેલ મહાકુંભ 2025નો રાજકોટથી પ્રારંભ કરાવશે મુખ્યમંત્રી

10000થી વધુ ખેલાડીની ઉપસ્થિતિમાં તા.4 જાન્યુઆરીએ ભવ્ય કાર્યક્રમ

Advertisement

રાજકોટ ખાતે રાજ્ય સરકાર સ્પોર્ટસ ઓથોરિટી દ્વારા ખેલ મહાકુંભ 2025 3.0‘નું લોન્ચ રાજકોટ ખાતેથી ચાર જાન્યુઆરીના રોજ કરવામાં આવશે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રમત ગમત મંત્રી હર્ષ સંઘવી તેમજ દિગજ ખેલાડીઓ, તેમજ રાજ્ય કક્ષાને કેન્દ્રના દિવસ નેતાઓ પણ હાજર રહેશે. આ કાર્યક્રમ એથ્લેટીક્ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવશે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને સાંજે 5 થી 7 આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે જેમાં સૌરાષ્ટ્ર ભરના 10,000 થી પણ વધુ ખેલાડીઓ હાજર રહે છે.

ખેલાડીઓને લાવવા માટે ખાસ 100 જેટલી બસોની પણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.અધિક કલેક્ટર આલોક ગૌતમ જણાવ્યું હતું કેમ રાજકોટ શહેર અને જિલ્લાના ખેલમહાકુંભમાં 2.83 લાખમાં સર્પધકોનું રજિસ્ટ્રેશન થયું છે. તેમજ રાજ્યના 71 લાખથી પણ વધુ રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રમત ઉત્સવમાં 24 જેટલી અલગ અલગ રમતોનો આયોજન કરવામાં આવ્યું છે. ચાર જાન્યુઆરીથી શુભારંભ થઈ અને માર્ચ મહિનામાં ફાઇનલ રમતો યોજાશે.

Advertisement

રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રમત ગમત મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં રાજ્ય કક્ષાના રમત ઉત્સવનો ભવ્ય રીતે શુભારંભ કરવામાં આવશે.

આ શુભારંભ દરમિયાન કેન્દ્રના તેમજ રાજ્યના અનેક દિગજ ખેલાડીઓને પણ આમંત્રિત કરવામાં કરવામાં આવ્યા છે. આજથી ગાંધીનગર સ્પોર્ટ ઓથોરિટી અધિકારીઓ રાજકોટ ખાતે આવી પહોંચ્યા છે.

કાર્યક્રમ સ્થળ તેમજ કલેક્ટર સાથે રિવ્યુ બેઠકો કરવામાં આવી હતી. તેમજ કાર્યક્રમ અંગેની રૂૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. આ રમત ઉત્સવમાં દિવ્યાંગો સહિતના અનેક સ્પર્ધકો પણ ભાગ લઈ શકશે હાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના તેમજ રાજ્યના અન્ય શહેરો માટે ખેલાડીઓ હાજરી આપે તે માટેની તૈયારીઓ શરૂૂ કરવામાં આવી છે અને આ કાર્યક્રમમાં 10,000 થી પણ વધુ ખેલાડીઓ હાજર રહેશે. રાજ્ય સ્પોર્ટસ ઓથોરિટી દ્વારા આજથી જ રાજકોટમાં ધામા નાખી દેવામાં આવ્યા છે અને તૈયારીઓની પણ શરૂૂ કરી દેવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement