ગુજરાતમાં કમરતોડ મોંઘવારી, રોજિંંદું પેટિયું રળતા લોકો માટે જીવવું દુષ્કર
100 રૂપિયામાં મળતી વસ્તુના ભાવ 105.18 રૂપિયા થઇ ગયા, દેશમાં સૌથી મોંઘું ઓરિસ્સા, સૌથી સસ્તું દિલ્હી
મોંઘવારીએ લોકોની કમર તોડી નાંખી છે. જનજીવનમાં ઉપયોગમાં લેવાતી એવી કોઈ વસ્તુ બાકી નથી, જેને મોંઘવારી અડી ન હોય.
ત્યારે ગુજરાતમાં સરેરાશ કુલ 5.18 ટકા મોંઘવારી નોંધાઈ છે. દેશમાં સૌથી વધુ મોંઘવારી ઓરિસ્સામાં નોંધાઈ છે. બીજા નંબરે બિહાર અને ત્રીજા ક્રમે કર્ણાટક છે.
દેશમાં મોંઘવારીનો દર 5.08 ટકા આંબો ગયો છે. અત્યાર સુધી જે વસ્તુ 100 રૂૂપિયામાં મળતી હતી, તે ખરીદવા માટે ગુજરાતમાં 105 રૂૂપિયા અને 18 પૈસા વધુ નાંખવા પડે છે.
જે બતાવે છે કે ગુજરાતમાં મોંઘવારી કેટલી વધી ગઈ છે. આ કારણે રોજિંદી રોજગારી કરીને પેટિયુ રળતા લોકો માટે હવે જીવન જીવવુ દુષ્કર બની જશે.
દેશમાં ક્ધઝ્યુમર ફૂડ પ્રાઈઝ ઈન્ડેક્સ 9.36 ટકા સુધી પહોંચી ગયો છે.
ગુજરાત સહિત દેશના લગભગ તમામ રાજ્યોમાં વધતા ઓછા અંશે ચીજવસ્તુઓના ભાવમાં બેફામ વધારો ઝીંકાયો છે. લોકોને સારવાર કરાવવી અને સંતાનોને શિક્ષણ આપવું પણ દુષ્કર બની રહ્યું છે.
શિક્ષણનો ખર્ચ ગરીબ અને મધ્ય વર્ગીય પરિવાર માટે ખર્ચાળ બન્યું છે.
કઈ વસ્તુઓના ભાવમાં કેટલો વધારો
કઠોના ભાવમાં 16.7 ટકા
અનાજ અને તેની બનાવટોના ભાવમાં 8.75 ટકા
ખોરાક અને વિવિધ પીણાના ભાવમાં 8.36 ટકા
ફળફળાદીના ભાવમાં 7.15 ટકા
ખાંડના ભાવમાં 5.83 ટકા
પ્રિપેડ મિલ્ક, સ્નેક્સ, સ્વીટના ભાવમાં 3.49 ટકા
દૂધ અને તેની બનાવટના ભાવમાં 3 ટકા
આરોગ્યના ખર્ચમાં 4.13 ટકા
શિક્ષણમાં 3.57 ટકા