VYO દ્વારા કાલે હોલી રસિયા ફૂલ-ફાગનું ભવ્ય આયોજન
રાજકોટ ના આંગણે VYO (વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન) દ્વારા પ્રમુખસ્વામી ઓડિટોરિયમ માં 5 માર્ચના રોજ રાત્રે 8:00 કલાક થી વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયની મંગલ ઉપસ્થિતિમાં હોલી-રસિયા - ફુલ-ફાગનુ ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.
વૈષ્ણવ સંપ્રદાય દ્વારા હોલી ખેલના દિવસોમાં ઠાકોરજીને અલૌકિક રીતે ફૂલો દ્વારા ખેલવવાની પરંપરા છે. અને વિવિધ શહેરોમાં VYO દ્વારા હોલી રસિયાના આયોજન થઈ રહ્યા છે. 05 માર્ચ 2025 (બુધવાર)ના રોજ રાત્રે 8:00 કલાકથી પ્રમુખસ્વામી ઓડિટોરિયમ આલાપ ગ્રીન સિટીની સામે, રૈયા રોડ ખાતે VYO રાજકોટ દ્વારા વ્રજરાજકુમારજી મહોદયની મંગલ ઉપસ્થિતિમાં ભવ્યાતિ ભવ્ય હોલી રસિયા - ફુલ ફાગ ઉજવવામાં આવશે. આપ સર્વ શહેરીજનોને ભાવ-ભર્યુ આમંત્રણ છે અને વહેલા તે પહેલાના ધોરણે બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે, જેની સર્વ ભાવિકજનોએ નોંધ લેવી.
તેમજ વ્રજરાજકુમારજી મહોદય દ્વારા શ્રીનાથ ધામ હવેલી, મોટા મવા ખાતે 6 માર્ચ (ગુરુવાર)ના રોજ સવારે 7:30થી 8:00 કલાક દરમ્યાન હરીનામ સંકીર્તન અને સવારે 8:00 કલાકે દ્વારા ઠાકોરજી સમક્ષ બ્રહ્મસબંધ દીક્ષા અને ઠાકોરજી પુષ્ટી કરણ કરવામાં આવશે. ઇરછુક વૈષ્ણવોએ :-93162 53423 નંબર પર સંપર્ક કરી બ્રહ્મસબંધ દીક્ષા અને ઠાકોરજી પુષ્ટી કરણ માટે નામ નોંધાવવાનું રહેશે.