For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેચાઇ રહ્યું છે વ્રત ભાંગતું ફરાળ: એક માસ બાદ સાબિત થશે

03:50 PM Jul 29, 2025 IST | Bhumika
વેચાઇ રહ્યું છે વ્રત ભાંગતું ફરાળ  એક માસ બાદ સાબિત થશે

ફૂડ વિભાગે પેટીસ, ફરાળી લોટ સહિતના પાંચ નમૂના લેબમાં મોકલ્યા, રીપોર્ટ આવશે ત્યાં શ્રાવણ માસ પૂરો

Advertisement

શ્રાવણ માસની શરૂઆત થતા જ વ્રત રહેવાનો પ્રારંભ થઇ જાય છે. શિવ ભક્તો વ્રત દરમિયાન ફરાળી વાનગીઓ આરોગતા હોય છે. પરંતુ તેમા પણ મકાઇના લોટ સહિતની મીલાવટ થતી હોવાનું અનેક વખત બહાર આવ્યુ છે. આથી આ વખતે વ્રત ભાાગતુ ફરાળ ન વેંચાય તે માટે ફૂડ વિભાગે આજથી ફરાળી ડ્રાઇવ શરૂ કરી પાંચ સ્થળેથી ફરાળી લોટ સહિતના નમૂના લઇ લેબમાં મોકલી આપ્યા છે. પરંતુ તેનો રિપોર્ટ આવતા એક માસ જેટલો સમય વિતી જશે અને ત્યારબાદ આખો મહિનો વેચલ આઇટમો ફરાળી હતી કે કેમ તે સાબિત થશે. ત્યા સુધીમાં અનકે ભકતોના વ્રત ભાગી ચૂકયા હશે અને તંત્ર પણ ભેળસેળના ગુના સબબ મામૂલી દંડ કરી સંતોષ માની લેશે તેવુ આ વર્ષે પણ જોવા મળી રહ્યું છે.

મનપાનના ફૂડ વિભાગ દ્વારા આજરોજ રાજગરાનો ફરાળી ચેવડો (લુઝ): સ્થળ - શ્રી બહુચરાજી સ્વીટ નમકીન બેકરી, બ્લોક નં.128, શિવશક્તિ કોલોની, જે.કે. ચોક પાસે, યુનિવર્સિટી રોડ, સાબુદાણાની ફરાળી ખીચડી (લુઝ): સ્થળ - પ્રજાપતિ ફરાળી ખીચડી સેન્ટર, શિવશક્તિ કોલોની, શેરી નં.08, બ્લોક નં.125, યુનિવર્સિટી રોડ, SHREE JALARAM FOODS FARALI POTATO-SAGO STICK (200 GM PKD): સ્થળ -શ્રી ખોડિયાર ડેરી ફાર્મ -આઇસ્ક્રીમ નમકીન, ક્રિષ્ના પાર્ક સોસાયટી બ્લોક નં.33, આલાપ સેન્ચુરી સામે, પુષ્કરધામ રોડ, ફરાળી લોટ -પેટીશ માટેનો (લુઝ): સ્થળ -શ્રી ખોડિયાર ડેરી ફાર્મ -આઇસ્ક્રીમ નમકીન, ક્રિષ્ના પાર્ક સોસાયટી બ્લોક નં.33, આલાપ સેન્ચુરી સામે, પુષ્કરધામ રોડ, ફરાળી પેટીશ (લુઝ): સ્થળ -રાધેશ્યામ ડેરી ફાર્મ, વિમલનગર મેઇન રોડ, યમુના પુષ્ટિ હવેલી નીચે, પુષ્કરધામ પાછળ સહિતના સ્થળેથી નમૂના લઇ લેબમાં મોકલી આપ્યા હતા.

Advertisement

ફૂડ વિભાગ દ્વારા જુલેલાલ પાન કોલ્ડ્રિંક્સ જ્યુસ" પેઢીની તપાસ કરતા સ્થળ પર પેઢીમાં સંગ્રહ કરેલ 11 લિટર સરબત બોટલ તથા ઠંડાપીણાં એક્સપાયરી ડેટ વીતેલ માલૂમ પડતાં સદર જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ તેમજ એ.જી. ચોક-પ્રેમ મંદિર સામે હોકર્સ ઝોન તથા ભગતસિંહ ગાર્ડન સામે આવેલ વિસ્તારમાં ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ.

જેમાં 04 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી. ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીના અન્ય ધંધાર્થીને ત્યા ચકાસણી કરેલ જેમાં (1)સ્વાતિ મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (2)બાલાજી નાસ્તા ગૃહ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (3)નકળંગ હોટલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (4)ક્વીક બાઇટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ હતી. (05)હરિકૃષ્ણ દાળપકવાન (06)ક્રિષ્ના દાળપકવાન (07)ભેરુનાથ આઇસ્ક્રીમ (08)જીલાની વડાપાઉં (09)પટેલ ચાઇનીઝ પંજાબી (10)શિવશક્તિ ઢોસા (11)પટેલ પાર્લર પોઈન્ટ (12)ઉસ્તાદ લાઈવ ચાઇનીઝ પંજાબી (13)પીઠડ ચાઇનીઝ પંજાબી (14)ક્રિષ્ના પાઉંભાજી (15)ચામુંડા લચ્છી (16)ઝેનીશ ખીચું (17)બાલાજી દાળપકવાન (18)બાલાજી છોલે-ભટુરે (19)શિવ છોલે-ભટુરે (20)જોકર ગાંઠિયાની દૂકાનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતુ.

Advertisement
Tags :
Advertisement
Advertisement