જિલ્લામાં મતદાર નોંધણી ફોર્મ ડિજિટલાઇઝેશન કામગીરી 35 ટકા પૂર્ણ, જસદણ રાજ્યમાં પ્રથમ
રાજકોટ જિલ્લામાં મતદાર નોંધણી (ઇન્યુમરેશન) ફોર્મ્સના ડિજિટાઈઝેશનની કામગીરીએ ગતિ પકડી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 35% ઇન્યુમરેશન ફોર્મ્સનું ડિજિટાઈઝેશન પૂર્ણ થઈ ચૂક્યું છે, જેના કારણે રાજકોટ જિલ્લો રાજ્યમાં સાતમા ક્રમે છે. જિલ્લાના તમામ આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર્સ દ્વારા આ કામગીરી માટે સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રાજકોટ રૂૂરલ, જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી વિધાનસભા બેઠકોએ સારી કામગીરી કરી છે.
જસદણ વિધાનસભા બેઠકે રાજ્યભરમાં સૌથી વધુ (હાઇએસ્ટ) કામગીરી પૂર્ણ કરીને જિલ્લાનું નામ રોશન કર્યું છે.
રાજકોટ ઈસ્ટ, રાજકોટ વેસ્ટ અને રાજકોટ સાઉથ બેઠકો પરની કામગીરી 25%થી ઓછી છે, જેને ઝડપી બનાવવાની જરૂૂર છે.
તમામ મતદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પોતાની ફેમિલી લિંકેજ અથવા આધાર પુરાવા સંબંધિત જરૂૂરી વિગતો ઝડપથી આપી દે. આ સમગ્ર કામગીરી 4 ડિસેમ્બર પહેલા 100% પૂર્ણ કરવાની છે. અધિકારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જનતાના સહયોગથી આ લક્ષ્ય સમયસર પૂર્ણ કરી શકાશે.
ઇન્યુમરેશન કામગીરીમાં વપરાતી બીએલઓ એપમાં કેટલીક ટેકનિકલ ખામીઓ (ટેકનિકલ ઈશ્યુઝ) છે, જેની અધિકારીઓએ નોંધ લીધી છે. આ ખામીઓને સ્ટેટ લેવલ (રાજ્ય કક્ષાએ) પર એસઆઈઆર ગુજરાત ગ્રુપ દ્વારા સમયાંતરે ચકાસવામાં આવે છે.
ઝડપી કાર્યવાહી: અન્ય રાજ્યોમાં પણ આ એપનો ઉપયોગ થતો હોવાથી એકસાથે ઘણી બધી કામગીરીને કારણે અમુક ઇશ્યુઝ આવે છે. જોકે, આ તમામ ટેકનિકલ સમસ્યાઓનું રિયલ-ટાઇમ ધોરણે નિરાકરણ લાવવાના પ્રયત્નો ચાલુ છે.