For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારે વરસાદ વચ્ચે માનવતા મહેકાવતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો

04:15 PM Aug 29, 2024 IST | Bhumika
ભારે વરસાદ વચ્ચે માનવતા મહેકાવતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો
Advertisement

તાજેતરમાં જ વાયનાડમા આવેલ ભયંકર ભૂસ્ખલનનો પ્રલય જેમા 300 થી વધારે માનવ જીવન હતાહત થયુ , એ પહેલા પણ ઉત્તરાખંડનો જળપ્રલય આવ્યો , આસામનું પુર હોય કે ઓરિસ્સાની ટ્રેન દુર્ઘટના , કચ્છનો ભુકંપ હોય કે મોરબી જળહોનારત દરેક આફત સમયે મુશ્કેલીમાં ફસાયેલા પોતાના દેશ બાંઘવોની નાત-જાત ,ભાષા-પ્રાંતના ભેદભાવોથી પરે ઉઠી હ્રદયના ભાવથી સેવા કરવી એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનો જીવનમંત્ર બની રહ્યો છે.દેશ અને દેશબાંધવોની આવી જ નિ:સ્વાર્થ સેવાના ગુણો સ્વયંસેવક નિત્યશાખા માંથી ગ્રહણ કરે છે.
આજ કડીમાં જન્માષ્ટમી અને સાતમ આઠમના દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ સાથે પવન ફૂંકાવાની ગુજરાત સરકારે ચેતવણી બહાર પાડી. પરીવાર સાથે બહાર ફરવા જવાનુ પડતુ મૂકી સૌરાષ્ટ્રના રાજકોટ-મોરબી ,જામનગર અને દક્ષીણ ગુજરાતમા વડોદરાના સ્વયંસેવકો આગોતરા આયોજન સાથે જ કામે લાગ્યા.

પૂરમા ફસાયેલા નાગરિકો ,માતા-બ્હેનો ,બાળકો , વગેરેને બહાર કાઢવા માટે રસી દોરડાની વ્યવસ્થા , ભુખ્યાને ભોજન કરાવવા રસોડામા ખીચડી અને વઘારેલા ભાત વગેરેની વ્યવસ્થા તો દુર ઝુપડામા રહેતા નિવાસીઓ માટે ફૂડ પેકેટમા ગુંદી-ગાંઠીયાની વ્યવસ્થા કરી.આ લખાય છે ત્યારે મંગળવાર સુધીમા જામનગર ,લાલપુર , કાલાવડ ,પડધરી વગેરેમાં લગભગ 75 થી 80 લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરીની સાથે પ્રસુતા માતાઓને એમ્બ્યુલન્સ દ્રારા હોસ્પીટલ પહોંચાડી છે.મોરબીમા લગભગ 2000 જેવા ફુડપેકેટોનું વિતરણ કરાયુ છે.આ ઉપરાંત રાજકોટ ,ટંકારા અને જામનગર ખાતે રસોડામા રોજ બંન્ને સમય 500-1000 લોકોને ભોજન કરાવાઇ રહ્યુ છે.વડોદરામા તો ટ્રેકટરમાં જ વિસ્તાર દીઠ તપેલામા ભાતની બિરયાની બનાવી મહોલ્લે - મહોલ્લે 100 થી 150 જેટલા સ્વયમંસેવકો ભોજન વિતરણની કામગીરી કરી રહ્યા છે.આ ઉપરાંત નિચાણવાળા વિસ્તારોમા તંત્ર સાથે રહી રાહત-બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.

Advertisement

આગામી સમયમાં પણ હવામાન વિભાગની આગાહીને ધ્યાને રાખી આ સેવાકાર્ય ચાલુ રાખવામાં આવશે.આ કાર્યમા સામાજિક સંસ્થાઓ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાય , જૈન સેવાભાવી સંસ્થાઓનો સ્વયંસેવકોને સહયોગ પ્રાપ્ત થઇ રહ્યો છે.

ગમે તેટલી ટીકા અને ઉપહાસનો સામનો કરીને પણ પોતાના બાંધવો અને દેશહિતને પ્રથમ માનનારા સ્વયંસેવકો પસેવા હૈ યજ્ઞ કુંડ , સમિધા સમ હમ જલે પ એ ભાવથી ગુજરાત પર આવેલી આ આફતમાં તંત્ર , સેવાભાવી સામાજિક-ધાર્મિક સંસ્થાઓને જોડી સ્વખર્ચે આ કાર્યમા જોડાયા છે.ગુજરાતભરના આ સેવાકાર્યમા લગભગ તમામ સ્થાનો પર કુલ મળીને 500 જેવા સ્વયંસેવકો કાર્યરત છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement