For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિસાવદર પેટાચૂંટણીની અરજી હાઇકોર્ટે ફગાવી

11:40 AM Oct 05, 2024 IST | Bhumika
વિસાવદર પેટાચૂંટણીની અરજી હાઇકોર્ટે ફગાવી
Advertisement

વિસાવદર વિધાનસભા વિસ્તારમાં પેટાચૂંટણી યોજવાના મુદ્દે જૂનાગઢના વિસાવદર મત વિસ્તારના મતદાર કૈલાશ સાવલિયા દ્વારા હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. જેમાં સિનિયર એડવોકેટ પર્સી કવિનાએ દલીલ કરી હતી કે વર્ષ 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિધાનસભા બેઠક પર જીતેલા ઉમેદવારે રાજીનામું આપી દીધું છે, પરંતુ હજુ સુધી આ બેઠક પર પેટાચૂંટણી થઈ નથી. બંધારણની જોગવાઈઓ અનુસાર આવી બેઠક પર 6 મહિનામાં પેટાચૂંટણી યોજવી જોઈએ.

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી વર્ષ 2027માં યોજાવાની છે. ત્યાં સુધી વિસાવદરને ધારાસભ્ય વગર રાખી શકાય નહીં. 2022ની ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી હારેલા ઉમેદવારે વિજેતા ઉમેદવારની જીતને હાઇકોર્ટમાં પડકારી હતી. ચૂંટણી પિટિશન પેન્ડિંગ હોવાને કારણે ચૂંટણી થઈ રહી નથી. પેટાચૂંટણી ન યોજાવા માટે ચૂંટણી પંચ જવાબદાર નથી. સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ જો ચૂંટણી અરજી પેન્ડિંગ હોય તો તેનો નિકાલ ન થાય ત્યાં સુધી પેટાચૂંટણી યોજી શકાય નહીં. કોર્ટે કહ્યું કે જો ચૂંટણી અરજી પાછી ખેંચવામાં આવે તો આગળની કાર્યવાહી કરવામાં આવે. પેટાચૂંટણી ન યોજાવા માટે ચૂંટણી પંચ જવાબદાર નથી. આ એક ન્યાયિક પ્રક્રિયા છે. અરજદારે માંગ કરી હતી કે ચૂંટણી અરજી પર સુનાવણી સમયસર પૂર્ણ થવી જોઈએ.

Advertisement

હાઇકોર્ટે આ પિટિશનનો નિકાલ કર્યો હતો. અરજદારની ચૂંટણી અરજી કોઈપણ કારણ વગર હાઈકોર્ટમાં પેન્ડીંગ રાખવામાં આવી છે. જેના કારણે ચૂંટણી થઈ શકતી નથી. આવા જ એક કેસમાં હાઈકોર્ટે નોટિસ જારી કરી છે. જો કે, કોર્ટે કહ્યું કે જો વિજેતા ઉમેદવારનું મૃત્યુ થાય તો પણ ચૂંટણી અરજી રદ કરવામાં આવશે નહીં. ચૂંટણી અરજીઓ પર ન તો ચૂંટણી પંચ કે સરકારનું કોઈ નિયંત્રણ છે. હાઈકોર્ટે આ અરજીનો નિકાલ કર્યો હતો. વિસાવદર પેટા ચૂંટણીને લઈને હાઈકોર્ટમાં ત્રણ પિટિશન પેન્ડિંગ છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં જૂનાગઢની વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીનો વિજય થયો હતો.

જેની જીતને ભાજપના હર્ષદ રિબરિયા અને અન્ય ઉમેદવાર મોહિત માલવીયાએ હાઈકોર્ટમાં પડકારી હતી. જોકે, બાદમાં ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. જેથી વિસાવદર વિધાન સભામાં ધારાસભ્યની જગ્યા ખાલી પડી હતી. છેલ્લી લોકસભાની ચૂંટણી સાથે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થવાની હતી. પરંતુ વિસાવદર પેટાચૂંટણી અંગે હાઇકોર્ટમાં ત્રણ જેટલી પિટિશન પેન્ડીંગ હોવાથી પેટાચૂંટણીની જાહેરાત થઇ ન હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement