રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વડાપ્રધાનના હસ્તે રાજકોટ રેલવે સ્ટેશન ખાતે જન ઔષધિ કેન્દ્રનું વર્ચ્યુઅલી લોકાર્પણ

04:05 PM Nov 13, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દરભંગા, બિહાર ખાતેથી રાજકોટ રેલ્વે સ્ટેશન અને ગુજરાત રાજ્યના વાપી, ચાંદલોડીયા સહિત સમગ્ર ભારતમાં 18 સ્થળોએ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો (ઙખઇઉંઊંત)નું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આશરે રૂૂ. 10.23 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ રાજકોટ ખાતેના જનઔષધી કેન્દ્ર થકી મુસાફરો અને મુલાકાતીઓને જનઔષધિ ઉત્પાદનોની ઝડપી પહોંચની સુવિધા મળશે.
સસ્તી આરોગ્યસંભાળના સરકારના વિઝન સાથે જોડાયેલા આ જન ઔષધી કેન્દ્ર પર 50 થી 90% સુધી ઓછી કિંમતમાં સસ્તી દવાઓ ઉપલબ્ધ થશે. સાંસદ કપુરૂૂષોત્તમ રૂૂપાલાએ દેશમાં પ્રારંભ થતાં 18 રેલ્વે સ્ટેશન પરના જન ઔષધિ કેન્દ્રોમાં રાજકોટ સ્ટેશનના સમાવેશ અંગે હર્ષ વ્યકત કર્યો હતો. સાંસદ રામભાઈ મોકરિયાએ ઉપસ્થિત સર્વેને નૂતન વર્ષના અભિવાદન પાઠવતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના નાગરિકોના સ્વાસ્થ્ય માટે સંશોધન કર્યા બાદ તે સંશોધન પર અમલ કરીને નાગરિકો માટે આયુષ્માન કાર્ડ, માતૃવંદના યોજના, નીરામય હેલ્થ કાર્ડ અને જન ઔષધિ સહિતની યોજનાઓનો અમલ કરવામાં આવ્યો છે.

કાર્યક્રમનો શુભારંભ મહાનુભાવોને રોપાઓ અર્પિત કરીને કરવામાં આવ્યો હતો. સર્વે મહાનુભાવોના હસ્તે રાજકોટ રેલવે સ્ટેશન ખાતે પ્રત્યક્ષ રૂૂપે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડિવિઝન રેલવે મેનેજર અશ્વિની કુમારે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજકોટ રેલવેના પી.આર.ઓ.વિવેક તિવારીએ કર્યું હતુ.આ તકે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ઉદયભાઇ કાનગડ શહેરના વિવિધ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, રાજકોટ રેલવેના એ.ડી.આર.એમ.શ્રી કૌશલ કુમાર ચૌબે, સિનિયર ડી.સી.એમ.શ્રી સુનીલ કુમાર મીના, ડી.આર.યુ.સી.સી.ના સભ્યો સહિત રેલવે ડિવિઝનના અધિકારીઓ, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
gujaratgujarat newsJan Aushadhi Kendrarajkotrajkot newsVirtual launch
Advertisement
Next Article
Advertisement