જેતપુરમાં વિરાટ સોમયજ્ઞનો પ્રારંભ: ભવ્ય શોભાયાત્રા યોજાઈ
શહેરમાં સોમયજ્ઞનું બીજી વખત આયોજન, ભવ્ય શોભાયાત્રામાં જયેશભાઇ રાદડિયા જોડાયા
શહેરમાં બીજી વખત શ્રી વિરાટ વાજપેય મહા સોમ યજ્ઞ મહોત્સવ તથા શ્રી વિષ્ણુ ગોપાલ મહાયજ્ઞનું ભવ્યાતિ ભવ્ય આયોજન અગ્નિહોત્રી દીક્ષિત પૂ. ગો. 1008 શ્રી રઘુનાથજી મહારાજ તથા દીક્ષિત પત્ની અ. સૌ. પૂ. જાનકી વહુજી ના સર્વાધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના મુખ્ય યજમાન પદે શુભ શરૂૂઆત થઈકાલે સાંજે 5 કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય શોભાયાત્રા નો પ્રારંભ થયેલ જેમાં બગી, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા તેમજ શહેરના આગેવાનો, બહોળી સંખ્યામાં વૈષ્ણવો જોડાશે જે મુખ્ય માર્ગ પર થી રાજવાડી પાછળ, જૂનાગઢ રોડ, બી.એ.પી.એસ. મંદિર સામે, યજ્ઞશાળા ખાતે પહોંચેલ..
આ વિરાટ સોમ યજ્ઞનો લાભ લેવા શહેર અને બહાર ગામ સુરત, અમદાવાદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ સહિતના ગામો માંથી વૈષ્ણવો ઉમટી પડશે. શોભાયાત્રાના સફળ આયોજન માટે ધારા સભ્ય જયેશભાઈ રાદડિયાનું બહુ મૂલ્ય માર્ગદર્શન મળી રહ્યું છે. સમિતિ પ્રમુખ જયંતિભાઈ રામોલિયા ના માર્ગદર્શન હેઠળ પ્રાગજીભાઈ, ઉમેશભાઈ પાદરીયા, હરેશભાઈ ગઢીયા સહિત તમામ સમિતિ ના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
