વાઇરલ રોગચાળો વર્ક્યો, હોસ્પિટલમાં ધસારો
05:48 PM Jul 17, 2024 IST
|
Bhumika
Advertisement
આજે મહોર્રમ પર્વની જાહેર રજા હોવા છતાં સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દર્દીઓનો ધસારો રહયો હતો અને લાંબી લાઇનો જોવા મળી હતી.
Advertisement
વરસાદી માહોલ વચ્ચે વાયરલ રોગચાળો વકરી રહ્યો છે. ગરીબ તેમજ મધ્યમ વર્ગના દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલ આર્શીવાદરૂપ હોવાથી અહીં રોજ-બરોજ અનેક દર્દીઓ સારવાર માટે પહોંચે છે.ખાસ કરીને આજે મહોર્રમ (તાજીયા)ની અને ઔદ્યોગિક વિસ્તારોમાં બુધવારની રજા હતી. આ સમયે પણ સિવિલ હોસ્પિટલમાં સવારથી બપોર સુધીના અડધા દિવસમાં જ 325થી વધુ દર્દીઓની ઇમરજન્સી વિભાગની ઓપીડીમાં લાઇનો લાગી હતી.
રજાના દિવસે પણ દર્દીઓના ધસારોને પહોચી વળવા સિવિલના ઇમરજન્સી વિભાગમાં પૂરતા તબીબોએ ફરજ બજાવી નિષ્ઠા બતાવી હોવાનું દર્દીઓ જણાવ્યું હતું.
Next Article
Advertisement