વાઇરલ રોગચાળાથી હોસ્પિટલના ખાટલા ઊભરાયા, તાવ-શરદી, ઉધરસે ઉપાડો લીધો
મનપાના ચોપડે 1526 દર્દીઓ નોંધાયા: 91 આસામીઓને નોટિસ ફટકારી
રાજકોટમાં મિશ્રઋતુ ચાલતી હોવાથી તેની અસર શહેરીજનોના આરોગ્ય પર જોવા મળી રહી છે. શહેર અને આસપાસના વિસ્તારમાં વાઇરલ રોગચાળો બેકાબુ બન્યો છે. મનપાના ચોપડે 1526 જેટલા તાવ, શરદી, ઉધરસ સહીતના કેસ નોંધાયા છે. જયારે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો એક એક કેસ નોંધાયો છે.
આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.24/2/2025 થી તા.03/03/2025 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 17,813 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 598 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
ડેન્યુી રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 145 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂ લ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 138 અને કોર્મશીયલ 53 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.