રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પાટીદાર સમાજની માફી માગતા વિપુલ ચૌધરી

01:41 PM Mar 16, 2024 IST | Bhumika
Advertisement

મહેસાણામાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ અંગે કરેલા નિવેદનોને કારણે ભારે વિવાદ સર્જાયો હતો. વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ પર ટીકાઓ કરવાની સાથે તેમણે પાટીદાર સમાજ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. વિપુલ ચૌધરીના નિવેદન બાદ પાટીદાર અગ્રણીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.પાટીદાર સમાજ વેપારી છે તેવું નિવેદન આપ્યા બાદ ગઇકાલે વિપુલ ચૌધરીએ થુંકેલુ ચાટયુ છે. વિપુલ ચૌધરીએ આજે પાટીદાર સમાજ વિશે કરેલા નિવેદન બાદ માફી માંગી છે.પાટીદાર સમાજ વેપારી છે તેવું નિવેદન આપ્યા બાદ વિપુલ ચૌધરીએ માફી માંગી છે. વિપુલ ચૌધરીએ જણાવ્યું છે કે મારી ભૂલ હતી, શરત ચૂક હતી, દિલગીરી વ્યક્ત કરું છું.

Advertisement

ખાનગી કરણ એ ચિંતાનો વિષય છે. મે મારી ચિંતામાં શિક્ષણ ક્ષેત્રમાં જે સમાજનું નામ લીધું એ મારી ભૂલ હતી, શરત ચૂક હતી. દિલગીરી વ્યક્ત કરું છું.વિપુલ ચૌધરીએ ઉમેર્યું હતું કે, સહકાર મંત્રીએ પોતે પોતાના જિલ્લામાં ખાનગી કરણનું મોડેલ અપનાવ્યું હતું. એ મોડેલ સામે અર્જુન મોઢવાડીયાએ સંઘર્ષ કર્યો હતો, તે વાતને ઉજાગર કરી હતી. વડાપ્રધાન એ પોતે રસ લઈને સહકારી ક્ષેત્રમાં ખાનગી કરણ ના થવું જોઈએ તેવું સ્વીકારેલું છે. અમૂલમાં આવું ના ચલાવી શકાય અને પોરબંદર જિલ્લામાં એ રદ્દ થયું અને ડેરી સ્થપાઈ છે. શિક્ષણ કે સહકાર ક્ષેત્રમાં વેપારી કરણ ચિંતાનો વિષય છે, આને પડકાર તરીકે જોવું પડશે. ફક્ત વિદેશી કંપનીઓ ખાનગીકરણના મોડેલ પર છે, એવા ભ્રમમાં ના રહેવાય.

થોડા દિવસ પહેલા મહેસાણા ખાતે પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં અર્બુદા સેનાની બેઠક મળી હતી. આ બેઠકમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ અંગે નિવેદન આપતા મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. વિપુલ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, કડવા અને લેઉઆ પાટીદાર સમાજ વેપારી થઈ ગયો હોવાનુ જણાવી પશુપાલન કરતા કોઈપણ પાટીદાર વ્યક્તિ પાટીદાર સંસ્થામાં રહ્યા નથી. તેમણે કહ્યું હતું કે, પાટીદાર સંસ્થાઓમાં રૂૂપિયાનું મહત્વ છે અને સેવાનું મહત્વ ઘટી રહ્યું છે. અર્બુદા સેના હવે અર્બુદા સેવા સમિતિ તરીકે કામ કરીને આંજણા ચૌધરી સમાજના સવા લાખ સભ્યોની નોંધણી કરશે. આ ઉપરાંત તેમણે ભાજપને સમર્થન કરતા ઉમેર્યુ હતુ કે, પ્રજાનો મત ભૂતકાળ કરતા ભાજપ જોડે વધુ છે. તેથી અર્બુદા સેવા સમિતિ સરકારને પૂરે પૂરૂૂ સમર્થન આપશે.

Tags :
gujaratgujarat newsVipul Chaudhary
Advertisement
Next Article
Advertisement