For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આપના કાર્યકરોનું ઉગ્ર પ્રદર્શન, પોલીસ સાથે ઝપાઝપી

04:01 PM Mar 22, 2024 IST | Bhumika
આપના કાર્યકરોનું ઉગ્ર પ્રદર્શન  પોલીસ સાથે ઝપાઝપી

દિલ્હીના મુખ્યમંત્રી અને આમઆદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની શરાબ ઘોટાલાના કેસમાં ઇડી દ્વારા રાતોરાત ધરપકડ કરવામાં આવતા આમઆદમી પાર્ટીના કાર્યકરો આજે સવારથી રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા હતા અને દિલ્હી સાથે રાજકોટ, અમદાવાદ, જામનગર, સુરત સહિતના શહેરોમાં આમઆદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ અને ભારે ધમાલ મચાવવામાં આવી હતી. રાજકોટ-સુરત સહિતના શહેરોમાં પોલીસ સાથે ઘર્ષણ થતા પોલીસ દ્વારા આપના કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. પોલીસ અને આપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી. અમદાવાદમાં પણ ઇસુદાન ગઢવી સહિતના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement