રાજકોટની આધી-વ્યાધા-ઉપાધી-વિઘ્ન હરીને વિનાયક દેવની હરખથી વિદાય
04:03 PM Sep 06, 2025 IST | Bhumika
આજે અનંત ચતુર્દશીના દિવસે વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણેશની હરખભેર વિદાય થઈ છે. શહેરમાં અનેક જગ્યાએ નાના મોટા પંડાલ અને ઘરોમાં ગણેશ ચતુર્થીના દિવસથી ગણપતિ બાપાનું સ્થાપન થયું હતું. દસ દિવસ સુધી લોકોએ શ્રધ્ધાપૂર્વક ગણેશજીનું પૂજન-અર્ચન કર્યુ હતું. રાજકોટની આધી-વ્યાધી-ઉપાધી અને વિઘ્ન હરીને આજે ગણપતિ બાપાનું તંત્ર દ્વારા નક્કી કરેલ જળાશયોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. લોકોએ હરખથી વિનાયક દેવને વિદાય આપી હતી અને આવતા વર્ષે ઝડપથી આવવા માટે પ્રાર્થના કરી હતી.
Advertisement
Advertisement