સુત્રાપાડા ભુવાટીંબીમાં એક પાંજરામાં એક સાથે ત્રણ દીપડા પકડાતા ગ્રામજનોને રાહત
ગીર વિસ્તારની આસપાસના ગામડાઓમાં દીપડાઓની વધતી સંખ્યાએ સ્થાનિક રહીશો માટે ચિંતાનો વિષય બન્યો છે. જંગલ કરતાં રેવન્યુ વિસ્તારમાં દીપડાઓની હાજરી વધુ નોંધાઈ રહી છે. ગામડાઓમાં આવારા કૂતરાઓની જેમ દીપડાઓ પણ સામાન્ય દ્રશ્ય બની ગયા છે.
સૂત્રાપાડામાં આવેલ ભુવા ટીંબી ગામમાં દીપડાઓની રંજાડને કારણે વન વિભાગે દીપડો પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું. આશ્ચર્યજનક રીતે, ગત રાત્રે એક દીપડાને બદલે ત્રણ દીપડા એકી સાથે પાંજરામાં પકડાયા. આ ઘટનાએ વન વિભાગના અધિકારીઓ અને સ્થાનિક લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.સુત્રાપાડા તાલુકાના ભુવા ટીબી ગામે એક સાથે ત્રણ દીપડા પાંજરામાં કેદ થયા. લાંબા સમયથી ભુવાટીંબી ગામે દીપડાની દહેશત હતી, જેની જાણ વન વિભાગને કરાતા પાંજરા મૂક્યા હતા. પરંતુ પહેલી વખત એક જ પાંજરામાં ત્રણ ત્રણ દીપડા કેદ થયાં છે.
ત્રણેય દીપડાઓના સફળ રેસ્ક્યૂથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. વન વિભાગ હવે આ દીપડાઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરશે. આ ઘટના વિસ્તારમાં દીપડાઓની વધતી વસ્તી અને માનવ-વન્યજીવ સંઘર્ષની ગંભીરતા દર્શાવે છે.