મોજ નદી ઉપર મંજૂર થયેલા પુલનું કામ ચાલુ કરાવવા ગ્રામજનોએ રામધૂન બોલાવી
જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ અને વચ્ચે આવેલો મધ નદીનો પુલ તૂટી ગયેલો હતો બનાવવાનું સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી મોટો પુલ બનાવવાનું મંજુર પણ થઈ ગયેલું છે આ મંજુર થઈ અને 10 માસ જેવો સમય થવા છતાં ભૂલ નું કામ આગળ ન ચાલતા અને ઉપર ચોમાસું આવતું હોય આ રસ્તો બંધ થાય તેમ હોય સરકારનું ધ્યાન દોરવા અને મંજુર થયેલા પુલ તાત્કાલિક શરૂૂ કરાવવાને માંગણી સાથે ચિત્રાવડના ગ્રામજનોએ મોજ નદીના પટમાં આવી અને રામધૂન બોલાવી વિરોધ કરી ઊંઘતી સરકારને જગાડવાનો પ્રયત્ન કરેલ હતો.
ઉપલેટા અને જામ કંડોરણા તાલુકા ને જોડતો 25 થી 30 ગામને ઉપયોગી આ પુલ છેલ્લા ચાર વર્ષ થયા તૂટી ગયેલો છે લોકો કામ ચલાવતા ડ્રાઇવરજન કાઢી આવક જાવક કરે છે આ તૂટી ગયેલા પુલને રીપેર કરવાની માગણી સાથે ચિત્રાવડ અને આજુબાજુના ગામના લોકો ધોમધખતા તાપમા પુલ ઉપર આવી રામ ધુન બોલાવી સરકારને અને એસી માં બેઠેલા અધિકારીઓને જગાડવાનો પ્રયત્ન કરેલો હતો આ પુલને તાત્કાલિક રીપેર કરવા રવિ ભૂતે માંગણી કરે છે.