For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

35મા SP તરીકે ચાર્જ સંભાળતા વિજયસિંહ ગુર્જર

04:29 PM Aug 21, 2025 IST | Bhumika
35મા sp તરીકે ચાર્જ સંભાળતા વિજયસિંહ ગુર્જર

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં આઈપીએસ અધિકારીઓના બદલીના હુકમમાં રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની અમદાવાદ આર્થિક ગુના નિવારણ સેલમાં બદલી થઈ હોય તેમના સ્થાને સુરત ઝોન-4ના ડીસીપી વિજયસિંહ ગુર્જરને પોસ્ટીંગ અપાયું હોય ત્યારે આજે રાજકોટ જિલ્લાના 35માં એસપી તરીકે વિજયસિંહ ગુર્જરે ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થાની બાબતે ચર્ચા કરી હતી.

Advertisement

મુળ રાજસ્થાનના ઝુઝુનના વતની વિજયસિંહ ગુર્જર એક ખેડૂત પરિવારના પુત્ર છે. ખેડૂત પરિવારમાંથી આવતાં વિજયસિંહ ગુર્જરનાં પિતાનું સ્વપ્ન પુત્રને શિક્ષક બનાવવાનું હતું. જેથી વિજયસિંહ ગુર્જરે સંસ્કૃતમાં ગ્રેજ્યુએટ થયા બાદ રાજસ્થાનમાં શિક્ષક અને આર્મી તેમજ પોલીસ ભરતીમાં પરિક્ષામાં અસફળ રહેતાં દિલ્હી પોલીસમાં ભરતી થવા માટે તેમણે તૈયારી કરી હતી અને 2010માં દિલ્હી પોલીસમાં તેઓ પીએસઆઈ તરીકે પસંદગી પામ્યા હતાં. ત્યારબાદ તેમણે સ્ટાફ સિલેકશન કમિશનની પરીક્ષાની તૈયારીઓ કરી હતી અને 2012માં તેઓ કેરલ ખાતે સેન્ટ્રલ એકસાઈઝ અને કસ્ટમ વિભાગમાં પસંદગી પામ્યા હતાં. ત્યારબાદ તેમણે બીજી વખત 2014માં સ્ટાફ સિલેકશન કમિશનની પરીક્ષા પાસ કરીને ઈન્કમટેક્ષ ઈન્સ્પેકટર તરીકે કેન્દ્રનાં આવક વેરા વિભાગમાં જોડાયા હતાં.

ઈન્કમટેક્ષ વિભાગમાં ફરજ સાથે તેમણે યુપીએસસીની તૈયારી શરૂ કરી અને દરરોજ છ કલાકનો અભ્યાસ સાથે નોકરી કરી અને 2017માં વિજયસિંહ ગુર્જર યુપીએસસી પરીક્ષામાં 574નાં રેન્કથી પાસ થયા અને આઈપીએસ બન્યા હતાં. પોલીસ કોન્સ્ટેબલથી લઈને તેમની આઈપીએસ સુધીની સફરમાં ઘણા ચઢાવ ઉતાર આવ્યા હતાં આઈપીએસ બન્યા બાદ પ્રોબેશનમાં તેમણે અલગ અલગ સ્થળોએ ફરજ બજાવ્યા બાદ સુરત ઝોન-4 ડીસીપી તરીકેની ફરજ બજાવી હતી અને ત્યારબાદ તેમને રાજકોટ એસપી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હોય આજે તેઓ સુરતથી રાજકોટ આવ્યા હતાં. તેમનું ગાર્ડ ઓફ ઓર્નર સાથે સન્માન કરવામાં આવ્યું હતું અને ડીસીપી તરીકે તેમણે ચાર્જ સંભાળ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement