સતાધાર વિવાદમાં 1-જાન્યુઆરીએ વિજયબાપુના સમર્થકોનુ શક્તિ પ્રદર્શન
સુપ્રસિદ્ધ સતાધાર આપાગીગાનાં ગાદીપતિ વિજયબાપુ સામે અનેક ગંભીર આક્ષેપો બાદ વિવાદ વકર્યો છે.વિજયબાપુ સામે થયેલા આક્ષેપો બાદ તેમના સેવકગણ ખૂબ જ રોષે ભરાયા છે અને તેમનાં દ્વારા રવિવારે ચલો સતાધાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ, હવે આ કાર્યક્રમ રદ થયો હોવાની માહિતી છે. હવે નવા વર્ષનાં પહેલા દિવસે આ કાર્યક્રમ યોજી શક્તિપ્રદર્શન કરાશે એવી માહિતી છે.
સતાધાર મહંત વિજયભગત સામે નાણાકીય લેવડદેવડ, ભ્રષ્ટાચાર અને વ્યભિચારનાં ગંભીર આક્ષેપો થયા હતા, જે બાદ ભારે વિવાદ સર્જાયો છે. વિજયબાપુ વિરુદ્ધ ગંભીર આક્ષેપો થતાં તેમનાં સેવકગણમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે. આથી, વિજયબાપુનાં સમર્થનમાં શક્તિ પ્રદર્શન કરવા માટે રવિવારે નચલો સતાધારથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ, હવે એવી માહિતી મળી છે કે રવિવારનો આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. થયો હોવાની માહિતી છે.
માહિતી અનુસાર, સતાધાર સેવકગણ દ્વારા હવે નવા વર્ષ 2025 ના પહેલા દિવસે એટલે કે 1 લી જાન્યુઆરીનાં રોજ નચલો સતાધારથ કાર્યક્રમ યોજી શક્તિ પ્રદર્શન કરાશે. 1 લી જાન્યુઆરીએ સતાધારમાં ધ્વજારોહણ સહિતનાં કાર્યક્રમ યોજાશે, જેમાં મોટી સંખ્યમાં સાધુ-સંતો, મહંતો અને સેવકગણ હાજર રહેશે. ગુજરાતભરમાંથી સેવકોને હાજર રહેવા માટે આહ્વાન કરાયું છે.