અમદાવાદ વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિજય રૂપાણી સામાન્ય માણસોના નેતા હતા
અમદાવાદ એરપોર્ટ પરથી ઊડેલું એર ઈન્ડિયાનું બોઈંગ વિમાન ઊડ્યાની બે-ત્રણ મિનિટમાં જ દુર્ઘટનાગ્રસ્ત થઈને તૂટી પડયું એ કરૂૂણ ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. બોઈંગનું ડ્રીમલાઈનર પ્લેન એરપોર્ટથી થોડે દૂર મેઘાણીનગરમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ પર પડ્યું. તેના કારણે પ્લેનમાં સવાર 241 પેસેન્જર્સ તો ગુજરી ગયા જ પણ હોસ્ટેલના 50 જેટલા વિદ્યાર્થી પણ ગુજરી ગયા છે.
આ પ્લેનમાં કુલ 242 પેસેન્જર હતા. તેમાંથી માત્ર એક પેસેન્જર રમેશ વિશ્વાસકુમાર બચી ગયા છે એ પણ હોસ્પિટલમાં મોત સામે ઝઝૂમી રહ્યા છે. બાકીના તમામ પ્રવાસીઓનાં મોત થયાં છે ને ગુજરાતીઓ માટે સૌથી મોટા આંચકાના સમાચાર એ છે કે, પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂૂપાણીનું પણ નિધન થયું છે. લંડન રૂૂપાણી સામાજિક ફરજ બજાવવા પોતાની દીકરીને ત્યાં જઈ રહ્યા હતા. રૂૂપાણીનાં પત્ની અંજલીબેન છલ્લા છ મહિનાથી લંડનમાં પોતાની દીકરીના ઘરે હતાં. તેમને પાછાં લેવા નીકળેલા રૂૂપાણી પરિવારને તો ના જ મળી શક્યા પણ અનંત યાત્રાએ નીકળી ગયા.
ગુજરાતમાં ભાજપના એકચક્રી શાસનના દિવસો શરૂૂ થયા પછી પહેલી વાર ગુજરાત વિધાનસભામાં ભાજપની બેઠકોનો હોત. આંકડો 100ની નીચે આવ્યો પણ ભાજપની સત્તા જળવાઈ હતી. રૂૂપાણીએ ભાજપને હારના અપજશમાંથી બચાવી લીધો હતો. 2017માં મુખ્ય પ્રધાન બન્યા પછી તેમણે ગુજરાતમાં ઉપરાછાપરી ટાઉન પ્લાનિંગ સ્કીમ્સને મંજૂરી આપીને વિકાસને વેગ આપ્યો હતો. રૂૂપાણી ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે જામી ગયા હતા અને સ્ટેડી બેટિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ 2021માં તેમને વિદાય કરાયા ત્યારે સૌને આંચકો લાગેલો પણ રૂૂપાણીએ ગૌરવપૂર્ણ રીતે ખસી જઈને કોઈ વિવાદ ઊભો નહોતો કર્યો. રૂૂપાણીને એ પછી ભાજપે સંગઠનમાં પ્રભારી સહિતની જવાબદારીઓ સોંપી એ તેમણે વિવાદ વિના નિભાવી હતી.
આપણે ત્યાં આ પ્રકારની દુર્ઘટનાઓની સરકારી રાહે તપાસ થતી હોય છે ને તેમાં દોષિતોને સજા થવાના ચાન્સ બહુ ઓછા હોય છે. આશા રાખીએ કે, આ દુર્ઘટનામાં એવું ના થાય અને દોષિતોને સજા મળે. લગભગ 300 લોકોનાં મોત એ નાની ઘટના નથી અને જેમની બેદરકારીએ આ લોકોનો જીવ લીધો તેમને સજા મળવી જ જોઈએ.