મનપાના ઢોર ડબ્બામાં 756 ગાયોના મોતની વિજિલન્સ તપાસ કરો: કોંગ્રેસ
રણજીત મુંધવા અને વિપક્ષ દ્વારા મ્યુનિ.કમિશનરને રજૂઆત
ચોમાસા દરમિયાન મહાનગરપાલિકાના ઢોર ડબામાં અલગ અલગ દિવસોમાં સેંકડો પશુઓના મોત થયાનું બહાર આવ્યું હતું. પશુપાલકો દ્વારા તેનો શખ્ત વિરોધ કરી આ મુદ્દે તંત્રને રજૂઆત પણ કરવામાં આવેલ અને ઢોર ડબાનું સંચાલન કરતી સંસ્થા પાસેથી કામ પરત લઈ લેવાની માંગ ઉઠેલ જેની અમલવારી તંત્ર દ્વારા કરવામાં આવી છે. પરંતુ અત્યારસુધીમા ં756 જેટલા ગાયોના મોત શેના કારણે થયા તે મુદ્દે વિજિલન્સ તપાસની માંગ સાથે આજરોજ કોંગ્રેસના કોર્પોરેટરો કોમલબેન ભારાઈ, રણજીત મુંધવા, રમેશભાઈ ઝુંઝા સહિતનાએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી.
12 જૂનથી 15 સપ્ટેમ્બર સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાના ઢોરડબ્બામાં 756 જેટલા પશુના ભુખમરાના કારણે મોત થતા એમની સંપૂર્ણ જવાબદારી જીવદયા ઘરની હોય જેને મહાપાલિકા પશુ દિઠ રૂા. 50 રૂપિયા નિભાવ ખર્ચ આપે છે. આ ત્રણ માસમાં 756 ગાયના મોત થયા અને 30/9ના ફરી 10 ગાયના મોત થયા હોય જો મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં સ્વીકારવામાં આવ્યું છે. કે જીવદયા ઘરના લોકોને 17 લાખથી પણ વધારે રૂપિયાની સહાય ગ્રાન્ટ રૂપે આપવામાં આવી છતાં ગાયને કશુની પણ પાણી આપવામાં નથી આવતા આવી ગાયના મોત થાય છે. આપને આમા જવાબદારોને સજા થાય અને કોર્પોના અધિકારી આમા હોય એને પણ જેલમાં મોકલવા વિનંતી આથી વિજીલન્સ તપાસથી અજારી માંગણી છે સાથે ઢોર ડબ્બામાં જેટલી ગાયની ક્ષમતા હોય એટલી ગાય ઢોર ડબ્બામાં રાખવામાં આવે છે.