ફૂલકાજળીના વરતનું કાલે જાગરણ, ફરવા લાયક સ્થળોએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
રોમિયોગીરી કરનાર તત્વોને ખો ભૂલાવી દેવા મહિલા પોલીસની શી-ટીમ રહેશે તૈનાત: 4 ડીસીપી, 11 એસીપી, 18 પી.આઈ, 40 પીએસઆઈ સહિત 650થી વધુ પોલીસને જવાબદારી સોંપાઈ
આવતીકાલે રવિવારે ફૂલકાજળીના વર્તનું જાગરણ હોવાથી નાનીબાળાઓ પરિવાર સાથે આખીરાતનું જાગરણ કરશે ત્યારે સલામતીના ભાગ રૂૂપે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. શહેરના જાહેર માર્ગ, ગાર્ડન, સિનેમા ઘર તથા શહેરના ફરવા લાયક સ્થળોએ મોડી રાત સુધી નાની બાળાઓ પરિવાર સાથે જાગરણ કરવા બહાર નીકળશે ત્યારે સુરક્ષાને લઇને પોલીસ પણ સતર્ક થઇ ગઇ છે.
રેસકોર્સ સહિતના ફરવા લાયક સ્થળોએ લોકોની ચહલ-પહલ વધી જવાને કારણે શહેરમાં કોઇ અનિચ્છનિય ઘટના બને તે માટે પોલીસનું સઘન પેટ્રોલીંગ રહેશે. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાની સુચના અને માર્ગદર્શન હેઠળ શહેરના તમામ પોલીસ મથકના પી.આઈને પોતના વિસ્તારમાં પેટ્રોલિંગ અને ચેકિંગ કરવા સુચના આપવામાં આવી છે. તેમજ ક્રાઈમ બ્રાંચ,એસઓજી અને મહિલા પોલીસની શી-ટીમ રેસકોર્સ રીંગ રોડ સહિતના ફરવા લાયક સ્થળોએ પેટ્રોલિંગ અને ચેકિંગ કરશે. શહેર પોલીસના 4 ડીસીપી 11 એસીપી અને 18 પી.આઈ તેમજ 40થી વધુ પીએસઆઈ સહિતનો 650થી વધુનો પોલીસ સ્ટાફને બંદોબસ્તની જવાબદારી સોપાઈ છે. કાલે સાંજે સાંજે 9વાગ્યાથી શહેરના ફરવા લાયક સ્થળો તેમજ એન રાજમાર્ગો ઉપર પોલીસ તૈનાત રહેશે.
ફૂલકાજળી વર્તના જાગરણ નાની બાળાઓ પરિવાર સાથે મનભરીને ઉજવણી કરી શકે તે માટે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત જાળવવા તૈયારી કરી રાખી છે. જાગરણની સાથે ધર્મ ઉપરાંત સામાજિક અભિગમ પણ જોડાયેલો છે. કાલે રાત્રે ફૂલકાજળી વ્રતના ભાગરૂૂપે નાની બાળાઓ આખી રાત જાગશે અને પરિવાર સાથે ફરવા નીકળશે શહેરના રેસકોર્સ, ઉપરાંત કાલાવડ રોડ,યુનિવર્સીટી રોડ તેમજ સામા કાંઠે વિવિધ વિસ્તારોમાં બનેલા નાના નાના બગીચાઓ પણ આખી રાત ખુલ્લા રખાશે. ફિલ્મોના એક્સ્ટ્રા શોઝ પણ રખાયા છે. જાગરણ ઉપર છોકરાઓને પણ છાકટા થવાની ટેવ હોય છે. પરંતુ આવા કોઇ બનાવ ન બને અને ને બાળાઓ વ્રતની ઉજવણી પરિવારો અને સખી સાથે કરે અને ફરી શકે તે માટે શહેર પોલીસે સુરક્ષાનું વિશેષ આયોજન કર્યું છે.
ફૂલકાજળીના જાગરણમાં પોલીસ દ્વારા ખાસ પેટ્રોલિંગ કરવામાં આવશે તેમજ પોલીસ દ્વારા ખાસ એન્ટી રોમિયો ડ્રાઈવ રાખશે જેમાં રેસકોર્સ વિસ્તારમાં ફરવાના સ્થળોએ ખાસ પેટ્રોલિંગ કરવામાં આવશે ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓ પણ આજે ચેકીગ કરશે અને મહિલા પોલીસની ખાસ ટીમ અસામાજિક તત્વોને પાઠ ભણાવવા અને રોમિયો ગીરી કરી રહેલા યુવકોને સબક શીખડાવવા તૈયાર રહેશે.