VIDEO: જામજોધપુરના ફૂલઝર ડેમમાં કડાકા સાથે થયો ભયજનક ચમકારો, વીજળી પડવાનો ડરામણો નજારો આવ્યો સામે
ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા બે દિવસથી મેઘરાજા સૌરાષ્ટ્રમાં ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે જૂનાગઢ અને પોરબંદરમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે પણ મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ યથાવત છે. આ વચ્ચે દ્વારકા જીલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ વચ્ચે જામજોધપુર જીલ્લામાં વીજળી પડવાની ઘટના સામે આવી છે. જામજોધપુર તાલુકાના કોટડાબાવીસી ગામના ફુલઝર ડેમમાં વીજળી પડી હતી. આ ઘટનાનો વિડીયો પણ સમાઈ આવ્યો છે.
જામજોધપુર તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે કોટડાબાવીસી ગામના ફુલઝર ડેમમાં વીજળી પડી હતી. ડેમના પાણીમાં વીજળી પડવાની ઘટનાનો વિડીયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. પોરબંદર,દ્વારકા અને ઉપલેટા બાજુ છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.
પોરબંદર બાદ દ્વારકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ચારથી છ વાગ્યા સુધી 9 જેટલો વરસાદ ખાબકયો હતો જયારે બપોરે 12 થી 6 વાગ્યા દરમિયાન 12 ઈંચ વરસાદ નોંધાયો હતો.