ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બાઇકમાં ધોકો-તલવાર લઇ નીકળેલા શખ્સોનો વીડિયો વાઈરલ : સાળા-બનેવીની ધરપકડ

04:25 PM Mar 26, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

શહેરના જામનગર રોડ પર બાઇકમાં ધોકો અને તલવાર લઇ નીકળેલા બે શખ્સોનો વિડયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાળા-બનેવીને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવી માફી માંગતો વિડિયો બનાવડાવ્યો હતો.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર બાઇકમાં બે શખ્સો એક મિહલાને વચ્ચે બેસાડી અને પાછળ બેઠેલા શખ્સના હાથમાં ધોકો અને પેન્ટના નેફામાં તલવાર ભરાવેલી હોય તેવો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો.

જેના આધારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ બી.જે.જાડેજા સહિતના સ્ટાફે વિડિયોના આધારે તપાસ કરી માધાપર ગામમાં માધવ પાર્કમાં રહેતા ભાવેશ મનસુખભાઇ વસોયા (ઉ.વ.27)અને તેના સાળા સુનીલસિંહ ભીમસિંહ પરીહાર (નેપાળી.રહે.પરસાણાનગર)ને ઝડપી પાડી બંને વિરુધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદાનું ભાન કરાવી માફી માંગતા હોવાનો વિડિોયો બનાવડાવ્યો હતો.પ્રાથમિક્ર તપાસમાં આરોપી ભાવેશની પત્નીને અન્ય સાથે આડાસંબધ હોય અને પત્ની તેના ધરે હોવાથી ભાવેશ તેના સાળાને લઇ પત્ની ને લેવા માટે ગયો હતો જેથી સાથે ધોકા-તલવાર રાખ્યા હતા અને બંને ત્યા ડખ્ખો કરી પત્નીને વચ્ચે બેસાડી પરત લઇ જતા હોવાનું જણાવ્યું છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement