ગૌમાંસ સાથે ઝડપાયેલા બે આરોપીને 10 વર્ષની સજા ફટકારતી અમરેલી કોર્ટ
અમરેલી સેશન્સ કોર્ટે ગૌમાંસના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. અમરેલી તાલુકાના ચિતલ ગામમાં 10 જુલાઈ 2019ના રોજ પોલીસને મળેલી બાતમીના આધારે ખાટકીવાડામાં દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે 70 કિલો ગૌમાંસ અને પશુ કતલના સાધનો સાથે બે આરોપીઓને પકડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં કાદરભાઇ હાજીભાઈ બાવનકા અને અલ્તાફભાઈ યુસુફભાઈ તરકવાડીયાનો સમાવેશ થાય છે.કોર્ટે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ કલમ-5 હેઠળ બંને આરોપીઓને 10 વર્ષની જેલની સજા ફટકારી છે. આ ઉપરાંત રૂૂ. 1 લાખથી વધુનો દંડ પણ ફટકાર્યો છે. જો દંડની રકમ ન ભરે તો વધુ 1 વર્ષની સજા થશે.ભારતીય દંડ સંહિતાની કલમ 295 હેઠળ 2 વર્ષની સજા અને રૂૂ. 2,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
કલમ 429 હેઠળ 1 વર્ષની સજા અને રૂૂ. 1,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. પશુઓ પ્રત્યે ક્રૂરતા અટકાવવાની કલમ 11 અને જીપી એક્ટ 119 હેઠળ 2 માસની સજા પણ કરવામાં આવી છે. અમરેલી વિસ્તારમાં અગાઉ પણ ગૌમાંસના કેસો નોંધાયા છે. પોલીસ દ્વારા વારંવાર દરોડા પાડવામાં આવે છે. આ ચુકાદાને જીવદયાપ્રેમીઓએ આવકાર્યો છે.