રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મવડીમાં જાહેરમાં દારૂ ઢીંચતા દારૂડિયાનો વીડિયો વાઇરલ

04:20 PM Aug 01, 2024 IST | admin
Advertisement

રોજિંંદા ત્રાસથી વેપારીઓ પણ પરેશાન, વીડિયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી

Advertisement

રાજકોટમાં કહેવાતી દારૂબંધીના લીરા ઉડાડતો વીડિયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. મવડી ચોકડી પાસે પાનની દુકાને એક દારૂડિયાએ જાહેરમાં દારૂ પીને જાણે પોલીસને પડકાર ફેંક્યો છે " રોક શકો તો રોક લો..” આ વીડિયો વાયરલ થયા બાદ હવે પોલીસે આ શખ્સની શોધખોળ શરૂ કરી છે. મવડી જેવા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં અને પાનની દુકાને જાહેરમાં દારૂની બોટલમાંથી ‘પેગ’ બનાવી દારૂના ઘુટ ભરતો આ શખ્શ કોણ છે તે જાણવા પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે આ બાબતે સ્થાનિકોએ આ દારૂડિયાનો છેલ્લા ઘણા વખતથી ત્રાસ હોવા છતાં પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરતી હોવાનો આક્ષેપ કર્યો છે.

રાજકોટમાં એક વીડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતાં પોલીસ વિભાગમાં પણ દોડધામ મચી ગઈ છે. મવડી ચોકડીએ આવેલ જય ખોડિયાર પાન નામની દુકાને એક શખ્સ દારૂની બોટલ લઈને આવે છે અને જાહેરમાં જ પાનની દુકાને પોતાના નેફામાંથી દારૂની બોટલ કાઢી પ્લાસ્ટિકના ગ્લાસમાં દારૂ ભરી અને દારૂ ગટગટાવી રહ્યો છે. જાહેરમાં વિદેશી દારૂ પી રહેલા આ શખ્સનો વીડિયો વાયરલ થતાં પોલીસ દ્વારા હવે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. એક તરફ દારૂ બંધીનીવાતો વચ્ચે આ વીડિયો વાયરલ થયા બાદ જ્યાં આ વીડિયો શુટ થયો તે વિસ્તારમાં તપાસ કરવામાં આવતાઆ દારૂડિયા શખ્સનો છેલ્લા ઘણા દિવસથી ત્રાસ હોય અને પાનની દુકાન તેમજ આસપાસના વેપારીઓ આ દરૂડિયાથી પરેશાન થઈ ગયા છે. અને આ બાબતે અનેકવખત પોલીસની પણ જાણ કર્યા છતાં પોલીસ દ્વારા કોઈકાર્યવાહી નહીં કરતા આ દારૂડિયાની હિંમત એટલી બધી વધી ગઈ કે તેણે જાહેરમાં દારૂ પી વીડિયોમાં જ જાણે પોલીસને પણ પડકાર ફેંક્યો છે.

Tags :
alcoholcrimegujaratgujarat newsrajkotrajkot newsviralvideo
Advertisement
Next Article
Advertisement