ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આણંદના દુષ્કર્મી નગરસેવકના ભાઈનો પણ રંગરેલિયાનો વીડિયો વાઇરલ

05:57 PM Nov 21, 2024 IST | Bhumika
Advertisement

કમલેશ પ્રજાપતિની પત્નીએ જ વીડિયો વાઇરલ કર્યાની ચર્ચા

Advertisement

આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના ભાજપના સસ્પેન્ડેડ કાઉન્સિલર દીપુ ગોરધન પ્રજાપતિ (જલારામ ખમણવાળા)એ શહેરમાં જ રહેતી એક પરિણીતા ઉપર દુષ્કર્મ ગુજાર્યાનો કિસ્સો પ્રકાશમાં આવતાં જ ખળભળાટ મચી ગયો છે. દીપુ પ્રજાપતિએ પરિણીતાને ધાક ધમકી આપી ગર્ભપાત પણ કરાવ્યો હતો. હાલ તે પોલીસ પકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ત્યારે બીજી તરફ દીપુ પ્રજાપતિના મોટા ભાઈ અને મારામારીના આરોપી કમલેશ ગોરધન પ્રજાપતિ બે મહિલાઓ સાથે રંગરેલીયા મનાવતો હોવાનો વીડિયો ફરતો થયો છે. આ વીડિયયો કમલેશ પ્રજાપતિની પત્નીએ જ વાયરલ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મળતી માહિતી મુજબ વર્ષ 2010 માં લગ્નતાંતણે બંધાયેલો કમલેશ પ્રજાપતિ તેની પત્ની સાથે અવારનવાર ઝઘડા કરી માનસિક ટોર્ચર કરતો હતો. પોતાની પત્ની અને સંતાન પાછળ રૂૂપિયા ખર્ચવા માટે ઝઘડાઓ કરતો આ કમલેશ પ્રજાપતિ બહારની સ્ત્રીઓ પાછળ મન મૂકીને પૈસા ખર્ચતો હતો. પત્ની તેના પિયર જતી ત્યારે આ કમલેશ બહારની સ્ત્રીઓને ઘરના બેડરૂૂમમાં બોલાવતો હતો. કમલેશની આ કરતુતો અંગેની જાણ પાડોશીઓ થકી તેની પત્નીને થઈ હતી. જેથી પત્નીએ ખરાઈ કરવા માટે પોતાના ઘરના બેડરૂૂમમાં હિડન કેમેરા ગોઠવ્યાં હતાં. આ હિડન કેમેરામાં કમલેશ પ્રજાપતિના રંગરેલીયા મનાવતાં દ્દશ્યો કેદ થયાં હતાં. કમલેશની આવી કરતુતોથી કંટાળેલી પત્નીએ વર્ષ 2019માં ઘરેલું હિંસા અને ભરણપોષણનો કેસ કર્યો હતો, જે કેસ હજી ચાલી રહ્યો છે.

Tags :
anandanand newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement