VIDEO: મોરબીમાં વહી ઉલટી ગંગા!! ચાલુ કલાસમાં વિદ્યાર્થીએ શિક્ષકને ધોઈ નાખ્યા, જાણો શું છે સમગ્ર મામલો
મોરબીમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોરબીમાં વિદ્યાર્થીને ઠપકો આપવો શિક્ષકને ભારે પડ્યો છે. તક્ષશિલા વિદ્યાલયમાં શિક્ષકે વિદ્યાર્થીને થપ્પડ મારી તો સામે વિદ્યાર્થીએ પણ શિક્ષકને માર માર્યો. આ ઘટનાનો વિડીયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.
મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલી તક્ષશિલા વિદ્યાલયમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે ઝપાઝપી થઇ હતી. આ ઘટનાનો વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળ્યું છે કે ચાલુ ક્લાસ દરમિયાન શિક્ષકે વિદ્યાર્થીને થપ્પડ મારી હતી, જે બાદ વિદ્યાર્થી ઉશ્કેરાઈ ગયો અને તેણે સામે શિક્ષક પર હુમલો કર્યો હતો.
વીડિયોમાં સ્પષ્ટ જોવા મળ્યું છે કે, ચાલુ કલાસે વિદ્યાર્થીને શિસ્તમાં રાખવાના પ્રયાસમાં શિક્ષકે એક વિદ્યાર્થીને થપ્પડ મારી, પરંતુ વિદ્યાર્થીએ સામે શિક્ષકને બેફામ માર માર્યો છે. આ ઘટનાને લઈને ગંભીર સવાલો ઊભા થાય છે.