VIDEO: ભરૂચમાં 'છાવા'ની સ્ક્રીનિંગમાં દારૂડિયાએ મચાવ્યો હોબાળો, ચાલુ ફિલ્મે થિયેટરમાં સ્ક્રિનનો પડદો ફાડ્યો
વિક્કી કૌશલ સ્ટારર ફિલ્મ 'છાવા'એ અનેક રેકોર્ડને તોડી નાખ્યા છે. ત્યારે ભરૂચમાંથી એક વિવાદિત ઘટના સામે આવીછે. ભરૂચના બ્લૂશિપ કોમ્પ્લેક્સમાં આવેલી આર.કે સિનેમા ટોકીઝમાં ‘છાવા’નો શો ચાલી રહ્યો હતો આ દરમિયાન એક યુવકે અચાનક હોબાળો મચાવ્યો હતો અને સિનેમાના સ્ક્રીનનો પડદો ફાડી નાખ્યો હતો. સંભાજી મહારાજ ની હત્યાનું દૃશ્ય જોઈ ઈમોશન થઈને ક્રોધ ભરાઈને દારૂ પીધેલા યુવકે સ્ક્રીનનો પડદો ફાડી નાખ્યો હતો. આ ઘટનાનો વિડીયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
ચાલુ ફિલ્મ દરમિયાન તે અચાનક ઉશ્કેરાયો અને સ્ક્રીનના સ્ટેજ પર ચઢી ગયો. થિયેટરમાં હાજર અન્ય પ્રેક્ષકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો અને બૂમાબૂમ કરી, પરંતુ યુવકે કોઈનું સાંભળ્યું નહીં અને પરદો ફાડવાનું ચાલુ રાખ્યું.
https://x.com/mgvimal_12/status/1891408679389319528
આ ઘટનાની જાણ થિયેટરના મેનેજરે ભરૂચ એ ડિવિઝન પોલીસને કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પર પહોંચી હતી. આ પોલીસે હોબાળો કરનાર જયેશ વસાવાની અટકાયત કરી હતી. ત્યાર બાદ તેની સામે નશો કરવા બાબતે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે જાણવા મળતી વિગતો મુજબ, ફિલ્મમાં ઇમોશનલ સીન આવતાં તે ભાવુક થઈ ગયો હતો અને તેણે થિયેટરનો પડદો ફાડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે થિયેટર દ્વારા પડદા ચીરવાના નુકસાન અંગે ફરિયાદ નોંધાવશે.