ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીમાં જુગારની બોગસ રેડમાં ન્યાય આપવા ગૃહમંત્રીને પીડિતની રજૂઆત

12:34 PM Jul 25, 2025 IST | Bhumika
Advertisement

રાજ્યના હોમ મિનિસ્ટર દ્વારા યોજાયેલ લોક દરબારમાં 52થી વધારે અરજદારોને અઢી કલાક સાંભળ્યા: મોટા ભાગના કેસમાં નિરાકરણ, રેવન્યુમાં સમય અપાયો

Advertisement

ગૃહમંત્રી હર્ષ સંઘવીનો મોરબીની એસપી કચેરીમાં લોક દરબાર યોજાયો હતો જેમાં મોરબી જિલ્લાના 52 જેટલા અરજદારોને વારાફરતી બોલાવીને ગૃહમંત્રી દ્વારા અઢી કલાક સુધી હાજર રહીને સાંભળવામાં આવ્યા હતા અને ત્રણ વર્ષ પહેલા મોરબીમાં જુગારની બોગસ રેડ કરવામાં આવી હતી તે બાબતે ભોગ બનેલા યુવાનોએ ગૃહમંત્રીને ઉગ્ર રજૂઆત કરી હતી.

મોરબીમાં શોભેશ્વર રોડે આવેલ એસપી ઓફિસે આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં લોક દરબાર યોજાયો હતો જેમાં મોરબીથી સરકારમાં કે ગૃહ વિભાગમાં જે અરજદારો દ્વારા અરજીઓ કરવામાં આવી હોય તેવા 52 જેટલા આર્જદારોને બોલાવવામાં આવ્યા હતા અને તેઓને વ્યક્તિગત રીતે ચેમ્બરમાં બોલાવીને ગૃહમંત્રી દ્વારા સાંભળવામાં આવ્યા હતા ત્યારે સ્થાનિક ધારાસભ્યોએ પણ ત્યાં હજાર રહ્યા હતા. અને ગૃહમંત્રી મોરબી જિલ્લાના 52 જેટલા અરજદારોને વારાફરતી બોલાવીને મોરબીની એસપી કચેરીમાં અઢી કલાક સુધી હાજર રહીને સાંભળ્યા હતા.

જે અરજદારો આવ્યા હતા તેમાં ઘણા અરજદારોના કામ થઈ ગયેલ હોવાથી તેઓએ પોલીસની કમગિરિની પ્રશંસા કરી હતી જો કે, મોરબીના રાજપર રોડે આવેલ કારખાનામાં ત્રણ વર્ષ પહેલા તા 22/7 ના રોજ જુગારની બોગસ રેડ કરવામાં આવી હતી જેની મેટર હાલમાં કોર્ટમાં પેન્ડિંગ છે અને અધિકારીને હાલમાં એલસીબી પીઆઇ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે ભોગ બનેલા યુવાનોએ ગૃહમંત્રીને આ બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી અને તેઓની સામે કેમ કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી તેવો અણીદાર સવાલ કર્યો હતો.

ઉલેખનીય છેકે, કેટલાક લોકોની સમસ્યાઓનો નિકાલ સ્થળ પર જ કરવામાં આવેલ હતો અને અમુક પ્રશ્નો રેવન્યુ સાથે જોડાયેલા હતા જેથી તેને મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યાલયમાં મોકલીને ધારાસભ્ય અને સાંસદને તેમાં મદદરૂૂપ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી જિલ્લા પોલીસે છેલ્લા દિવસોમાં અસામાજિક તત્વો સામે કરેલ કામગીરી તેમજ ઉદ્યોગકારોના ફસાયેલા નાણાં પાછા આવે તેના માટે જે સીટની રચના કરવામાં આવેલ છે તેની કામગીરીથી લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો તેવી માહિતી ગૃહમંત્રી પત્રકારોને આપી હતી. અને કહ્યું હતું કે, અરજદારોને ગાંધીનગર સુધી ધક્કા ન ખાવા પડે તે માટે હું આજે મોરબી આવેલ છું. અત્રે ઉલ્લેખનીય છે કે જેપુર ગામે થયેલ ચોરીની ઘટનામાં હજુ સુધી મુદામાલ રિકવર થયો નથી. નિવૃત આર્મી મેનને જમીનની મેટરમાં 30 વર્ષે પણ ન્યાય મળ્યો નથી. મોરબીમાં જુગારની બોગસ રેડ મામલે અધિકારીની સામે કેમ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તેવી ચર્ચા પણ સુત્રોમાં થઇ રહી છે.

આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, રેન્જ આઈજીપી અશોકકુમાર યાદવ, જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાભાઈ ટમારીયા, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રા સહિત જિલ્લાના પદાધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
Gambling raidgujaratgujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement