ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અગ્નિકાંડ કેસ ડે ટુ ડે ચલાવવા ભોગ બનનારની અરજી

03:43 PM May 27, 2025 IST | Bhumika
Advertisement

આરોપીઓ દ્વારા સતત કેસ વિલંબમાં નાખવામાં આવતો હોવાનું કોર્ટનું ધ્યાન દોરાયું, 12મીએ સુનાવણી

Advertisement

દેશભરમાં ભારે ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના અતિ ગંભીર ગુનામાં પકડાયેલા 15 આરોપી સામેનો કેસ ચાર્જશીટ બાદ સેશન્સ કમિટ થયા પછી પણ કેટલાક આરોપીઓ દ્વારા કેસ વિલંબમાં નાખવામાં આવતો હોવા બાબતે વિકટીમના વકીલ ડિસ્ટ્રીકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં લેખિત રજુઆત કરી કેસની ટ્રાયલ પડે ટુ ડેથ ચલાવવા અરજી દાખલ કરી છે. જે અરજી પર આગામી 12મી જુનના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

રાજકોટ ચકચારી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 જેટલા નિર્દોષ લોકોના મૃત્યુ નિપજ્યાની ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે આરોપીઓ દ્વારા કેસને વિલંબમાં નાખવામાં આવી રહ્યો હોય તેમ અગાઉ કેટલાક વકીલ દ્વારા વકીલ નહિ રોકી કેસમાં વિલંબ નાખવામાં આવ્યો હતો. બાદમાં ફરી પાંચ આરોપીઓ દ્વારા પોતાની સામેની ફરિયાદ રદ કરવા માટે ડિસ્ચાર્જ અરજી દાખલ કરવામાં આવી છે. જે ડિસ્ચાર્જ અરજીમાં પણ આરોપીઓના વકીલ મુદત છેલ્લી ત્રણ મુદતથી હાજર રહેતા નહિ હોવાથી મુદત પડી રહી છે. ત્યારે અગ્નિકાંડ કેસ ચલાવવામાં વિલંબ થઈ રહ્યો છે. જેને લઈને રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અને વિકટીમ વતી રોકાયેલા એડવોકેટ નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં લેખિત રજુઆત કરી કેસની ટ્રાયલ પડે ટુ ડેથ ચલાવવા અરજી દાખલ કરી છે. જે અરજી પર આગામી 12 મી જુનના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

સાગઠિયા અને ઠેબા સામેના અપ્રમાણસર મિલકતના કેસની છઠ્ઠી જૂને સુનાવણી હાથ ધરાશે
અગ્નિકાંડમાં સંડોવાયેલા ટીપીઓ મનસુખ સાગઠીયા અને ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબા પાસેથી અપ્રમાણસર મિલકત મળી આવતા બંને અધિકારી સામે અપ્રમાણસર મિલકતના ગુના દાખલ કરવામાં આવ્યા હતા. જે કેસ આગામી 6 જુનના રોજ સુનાવણી થશે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsTRP Game zone Fire
Advertisement
Next Article
Advertisement