For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાઈબ્રન્ટ રેકોર્ડ: 1 દિવસમાં 1 લાખ કરોડના રોકાણોના કરાર

01:13 PM Dec 14, 2023 IST | Sejal barot
વાઈબ્રન્ટ રેકોર્ડ  1 દિવસમાં 1 લાખ કરોડના રોકાણોના કરાર

આગામી જાન્યુઆરી-2024માં યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રારંભ પૂર્વે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ જુથો સાથે ગાંધીનગરમાં વધુ 23 MoU કરવામાં આવ્યા છે. વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે એક જ દિવસમાં આજે રૂૂ. 1 લાખ કરોડના સંભવિત રોકાણ કર્યા છે, તેની સાથે જ આ રોકાણથી 70 હજાર રોજગાર સર્જન થવાની સંભાવના છે. રાજ્ય સરકારે પ્રતિ સપ્તાહ વિવિધ ઉદ્યોગો સાથે ખજ્ઞઞ કરવાનો જે સિલસિલો શરૂૂ કર્યો છે તેમાં અત્યાર સુધીમાં યોજાઇ ગયેલી એમ.ઓ.યુ. હસ્તાક્ષરની 13 શ્રુંખલાઓમાં 77 MoU સાથે રૂૂ. 35 હજાર કરોડના સંભવિત રોકાણો થયા છે. તે ઉપરાંત આજે એમ.ઓ.યુ. હસ્તાક્ષરની 14મી શ્રુંખલામાં 23 ખજ્ઞઞ સાથે રૂૂ. 1 લાખ કરોડના સંભવિત રોકાણ થયા છે. એટલે કે આજ દિન સુધી 100 MoU સાથે રૂૂ. 1.35 લાખ કરોડથી વધુના સંભવિત રોકાણો થયા છે.
આજે કરવામાં આવેલા એમઓયુ અંતર્ગત પોર્ટ અને પોર્ટ સંબંધિત ક્ષેત્રમાં રૂૂ.27,271 કરોડના અંદાજિત રોકાણ સાથે 10,100 રોજગારનું સર્જન થશે. તે ઉપરાંત પાવર ક્ષેત્રમાં રૂૂ.45,600 કરોડના અંદાજિત રોકાણ સાથે 5,500 રોજગારનું સર્જન, મિનરલ આધારિત પ્રોજેક્ટ્સ ક્ષેત્રમાં રૂૂ.4,000 કરોડના અંદાજિત રોકાણ સાથે 2,000 રોજગારનું સર્જન, એન્જિનિયરિંગ ઓટો અને અન્ય ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રમાં રૂૂ.13,070 કરોડના અંદાજિત રોકાણ સાથે 8,150 રોજગારનું સર્જન, ઔધોગિક પાર્ક, ટેક્ષટાઈલ્સ અને એપરલ તથા કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં રૂૂ.4,469 કરોડના અંદાજિત રોકાણ સાથે 34,650 રોજગારનું સર્જન, શિક્ષણ ક્ષેત્રમાં રૂૂ.3100 કરોડથી વધુના અંદાજિત રોકાણ સાથે 8,200 રોજગારનું

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement