For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન શુક્રવાર અને શનિવારે રદ

11:16 AM Jul 18, 2024 IST | Bhumika
વેરાવળ ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન શુક્રવાર અને શનિવારે રદ
Advertisement

વેસ્ટર્ન રેલ્વેના અમદાવાદ ડીવીઝનમાં નોન-ઇન્ટરલોકીંગની કામગીરીને કારણે બ્લોક લેવામાં આવનાર છે, જેના કારણે ભાવનગર ડિવિઝનના વેરાવળ સ્ટેશનથી ચાલતી વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન 19 અને 20 જુલાઈ 2024ના રોજ સંપૂર્ણપણે રદ કરવામાં આવશે.

ભાવનગર ડીવીઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ વેરાવળ સ્ટેશનથી ચાલતી વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન (19120) 19.07.2024 અને 20.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી ચાલતી ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન (19119) 20.07.2024 અને 21.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. 19 અને 20 જુલાઈ, 2024 ની ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે. 20 અને 21 જુલાઈ, 2024 ની ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement