ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

11 વર્ષની બાળાને હવસનો શિકાર બનાવનાર અપરાધીને 20 વર્ષની સજા ફટકારતી વેરાવળ કોર્ટ

12:17 PM May 15, 2025 IST | Bhumika
Advertisement

પાંચ વર્ષ પહેલા બાળકીને લલચાવી ફોસલાવી અપહરણ કરી દુષ્કર્મ આચર્યાના કેસમાં ધરપકડ થઈ’તી

Advertisement

વેરાવળ ની સ્પે. (પોક્સો) કોર્ટ દ્રારા આજથી પાંચ વર્ષ પહેલા સગીરા ઉપર દુષ્કર્મ થયેલ જે કેસ ચાલી જતા આરોપીને ર0 વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂૂા.5 હજારનો દંડ ફટકારતો હુકમ કરેલ છે. તેમજ બાળકોના જાતીય રક્ષણ સબંધના કેસમાં ફાંસી સહીતની સજા કરાવતા સરકાર દ્વારા તાજેતરમાં મહિલા ઓ સામેના ગુના સંબંધે હૈદરાબાદ ખાતે નેશનલ પોલીસ એકેડેમી ખાતે યોજાયેલ સેમીનાર માટે ગુજરાતમાંથી સરકારી વકીલ કેતનસિંહ વાળા ની પસંદગી કરેલ હતી.

આ કેસની વિગતો મુજબ આરોપી કિશન બટુકભાઈ મકવાણા ઉ.વ.19 (રહે.ભેરાળા)એ ફરીયાદીની દીકરી ઉં.વ.11 વર્ષની પુત્રીને પાંચેક વર્ષ પહેલા ગત તા.ર1/01/ર0ર0 ના લલચાવી ફોસલાવી લગ્ન કરવાના કે બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી કાયદેસરના વાલીપણા માંથી ભગાડી જઈ ભોગ બનનાર સગીર હોવાનું જાણવા છતાં તેની સાથે અવાર નવાર તેણીની મરજી વિરૂૂધ્ધ બળાત્કાર કરેલ અને આ બનાવ અંગે સગીર બાળકી ના પિતાએ તાલાલા પોલીસમાં આરોપીઓ વિરૂૂધ્ધ ફરીયાદ દાખલ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી જે કેસમાં ચાર્જશીટ બાદ સ્પે. (પોક્સો) કોર્ટના જજ જે.જે.પંડયા ની કોર્ટમાં આવેલ ત્યારબાદ આ કેસમાં ગીર સોમનાથ જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ ડી.વાળાએ કરેલી દલીલ ધ્યાને લઇ સ્પે. (પોકસો) કોર્ટના જજ જે.જે.પંડયા એ આરોપી કિશન બટુકભાઈ મકવાણા, રહે.ભેરાળા, તા.વેરાવળ)ને કલમ-363, 366, 376(ર) (એન), 376(એબી) તથા બાળકોને જાતીય રક્ષણ આપવાના અધિનિયમ-ર01ર ની કલમ -4,પ (એલ) (એમ) મુજબના ગુન્હામાં તકસીરવાન ઠરાવી વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂૂા.5 હજાર દંડની સજા ભોગવવા આખર હુકમ કરેલ હોવાનું જણાવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જીલ્લામાં જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળા દ્વારા પોકસો સંબંધેના ગુન્હા કામે સતત ર0 વર્ષની આ ચોથી સજા આરોપીઓને કરાવેલ છે. બાળકોના જાતિય રક્ષણ સંબંધેના કેસોમાં કેતનસિંહ વાળા એ ફાંસી સહીતની સજા કરાવતા ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં મહિલાઓ સામેના ગુના સંબંધે હૈદરાબાદ ખાતે નેશનલ પોલીસ એકેડેમી ખાતે યોજાયેલ સેમીનાર માટે ગુજરાતમાંથી કેતનસિંહ વાળાની પસંદગી કરેલ હતી.

Tags :
gujaratgujarat newsrape caseVeravalVeraval courtVeraval news
Advertisement
Next Article
Advertisement