વાવ-થરાદ નવો જિલ્લો જાહેર, નવી નવ મહાનગરપાલિકાઓની જાહેરાત, હવે રાજ્યમાં 34 જિલ્લા
01:40 PM Jan 01, 2025 IST | Bhumika
Advertisement
રાજ્યમાં વધુ એક જિલ્લો બનાવવાની સરકારે મંજૂરી આપી હતી. ત્યારે હવે ગુજરાતમાં 33 નહી પણ 34 જિલ્લા હશે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો જિલ્લો બનાવાશે. જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે. સાથે આજે પાટણ, મહેસાણા, નવસારી, પારડી અને વાપી સહિતની 9 પાલિકાને નવી મહાનગરપાલિકા બનાવવાની સરકારે જાહેરાત કરી છે.
નવા વર્ષે જ બનાસકાંઠાવાસીઓને સરકાર દ્વારા ભેટ આપવામાં આવી છે. વાવ-થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં 13 તાલુકા છે, જેમાંથી હવે 8 તાલુકાઓનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે.
Advertisement
હાલ બનાસકાંઠાનું વડુમથક પાલનપુર છે. વાવ-થરાદ નવો જિલ્લો જાહેર થતા તેમાં વાવ, સુઈગામ, થરાદ, દિયોદર, ભાભર, કાંકરેજનો સમાવેશ થશે. જ્યારે પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતા, ધાનેરા અને વડગામ હાલના જિલ્લામાં જ રહેશે.
Advertisement