For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વટવાના પોલીસકર્મીનું ચાલુ પરેડે હાર્ટએટેકથી મોત

04:02 PM Mar 03, 2025 IST | Bhumika
વટવાના પોલીસકર્મીનું ચાલુ પરેડે હાર્ટએટેકથી મોત

Advertisement

અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું ચાલુ પરેડ દરમિયાન હાર્ટ એટેક આવતા મોત થયું છે,પોલીસ કોન્સ્ટેબલને છાતીમાં દુખાવો થતા ઘટનાસ્થળે જ પોલીસ કર્મીઓ દ્વારા સીપીઆર આપીને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ નિષ્ફળતા મળતા નિધન થયું હતું.

પોલીસમાં પરેડ રોજ બરોજ ફરજના ભાગ રૂૂપે કરવામાં આવતી હોય છે,ત્યારે આજે વહેલી સવારે ગોમતીપુર હેડ કવાર્ટર ખાતે પરેડ ચાલી રહી હતી અને તે દરમિયાન એક પોલીસકર્મીને અચાનક છાતીમાં દુખાવો થતા તે ઢળી પડયા હતા તો તાત્કાલિક તેમને સારવાર હેઠળ પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યા પરંતુ ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા,વટવા જીઆઇડીસીના પોલીસકર્મી અર્જુનસિંહનું મોત થતા પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ છે,મૃતકની ઉંમર 32 વર્ષની હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement