For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોરબંદરમાં વસોયા, અમરેલીમાં જેનીબેન, સુરેન્દ્રનગરમાં મકવાણા ફાઇનલ

01:28 PM Mar 12, 2024 IST | Bhumika
પોરબંદરમાં વસોયા  અમરેલીમાં જેનીબેન  સુરેન્દ્રનગરમાં મકવાણા ફાઇનલ
  • કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ગુજરાતની 26માંથી 24 બેઠકોના નામોની ચર્ચા
  • જૂનાગઢમાં જોટવા-પ્રગતિ આહીર, જામનગરમાં ત્રણ નામ, જીગ્નેશ મેવાણી, ભરતસિંહ સહિતફનાને ચૂંટણી લડાવવા તૈયારી

લોકસભાના ઉમેદવારો નક્કી કરવા માટે દિલ્હીમાં ચાલી રહેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ગુજરાતની 26માંથી 24 બેઠકોના નામોની ચર્ચા થઇ હતી. અને કેટલાક ઉમેદવારોને રાત્રે જ ફોન કરી ટિકિટ ક્ધફોર્મ હોવાની જાણ કરી દેવામાં આવી છે.ગુજરાતમાં લલિત વસોયા, ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર, બળદેવજી ઠાકોર, ભરતસિંહ સોલંકી, જેનીબેન ઠુંમર, જીગ્નેશ મેવાણી સહિતના નામોની ચર્ચા થઇ હતી અને કેટલાક નેતાઓને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. કોંગ્રેસે ભાવનગર અને ભરૂચ બેઠકો ‘આપ’ને આપી છે જ્યારે બાકીની 24 બેઠકોના નામો અંગે મનોમંથન ચાલી રહ્યુ છે.
દિલ્લીમાં કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠક વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે, લલિત વસોયાને ભાજપના મનસુખભાઇ માંડવિયા સામે ચૂંટણી લડવાને લઈ દિલ્હીથી કોલ આવ્યો છે. લલિત વસોયાને ફોનમાં પોરબંદરથી ચૂંટણી લડવા સૂચના અપાઈ છે. દિલ્હી સીઇસીની બેઠકમાંથી હાઈકમાન્ડનો વસોયા પર ફોન કર્યો હોવાની વિગતો ધ્યાને આવી છે. આ મુદ્દે લલિત વસોયાને કહ્યું કે, મને કોંગ્રેસ પક્ષનો આદેશ મળી ગયો છે હું તેમનો આભાર માનું છું.

Advertisement

કોંગ્રેસે સંઘ પ્રદેશ દમણ-દીવ બેઠક પરથી લોકસભાના ઉમેદવારનું નામ જાહેર કર્યુ છે. કેતન પટેલને ચૂંટણી લડવાના આદેશ મળ્યા છે. અત્રે જણાવીએ કે, દમણ ભાજપના ઉમેદવાર લાલુ પટેલ સામે કોંગ્રેસના પ્રમુખ કેતન પટેલની ટક્કર થશે.પાટણ બેઠકની વાત કરીએ તો કોંગ્રેસ પાટણથી ચંદનજી ઠાકોરને મેદાને ઉતારવા તૈયારીમાં લાગ્યું છે. હવે પાટણથી જગદીશ ઠાકોરે નામ પરત ખેંચતા ચંદનજીને લોટરી લાગી છે. જગદીશ ઠાકોર બાદ હવે ચંદનજી ઠાકોર પાટણથી કોંગ્રેસની કમાન સંભાળે તેવું લાગી રહ્યું છે. બનાસકાંઠાથી ગુજરાત કોંગ્રેસના સશક્ત મહિલા નેતા ગેનીબેન ઠાકોરની ટિકિટ પાક્કી હોય તેવા અણસાર વર્તાઇ રહ્યા છે.

મહેસાણા બેઠકથી પણ ગુજરાત કોંગ્રેસ ઠાકોરને જ મેદાને ઉતારશે તેવું લાગી રહ્યું છે. મહેસાણા બેઠકથી બળદેવજી ઠાકોરને ઉતારવાનું લગભગ નક્કી છે તેવી વાતો હાલ ચાલી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર બેઠકથી ઋત્વિજ મકવાણાની ટિકિટ પણ લગભગ પાક્કી હોય તેવી વાતો સામે આવી રહી છે. જો જાતીય સમીકરણોને આધારે કદાચ દલિત નેતાને ટિકિટ અપાય તો નૌશાદ સોલંકીનું નામ નક્કી હોય તેવી વિગત સામે આવી રહી છે.અમરેલીથી પણ ગુજરાત કોંગ્રેસ મહિલા ઉમેદવારને મેદાને ઉતારી શકે છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર અમરેલીની બેઠકમાંથી જેની ઠુમ્મરને લીલીઝંડી મળી શકે છે. જેની ઠુમ્મર કોંગ્રેસના પ્રદેશ મહિલા અધ્યક્ષ પણ છે. રાજકોટમાં પણ ગુજરાત કોંગ્રેસ પહેલીવાર કડવાને બદલે લેઉઆ પાટીદારને ટિકિટ આપી શકે છે.

Advertisement

મધ્ય ગુજરાતની વાત કરીએ તો, આણંદમાં લોકસભાની ચૂંટણીની ઉમેદવારીમાં ફરી એક વખત કોંગ્રેસના કદાવર નેતા ભરતસિંહ સોલંકીનું જ નામ સામે આવી રહ્યું છે. આણંદ લોકસભા બેઠકથી ભરતસિંહ સોલંકીની ટિકિટ ક્ધફર્મ જ હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે.અમદાવાદ પશ્ચિમ બેઠક પર કોંગ્રેસ તરફથી બે નામ માટે જોરદાર ચર્ચામાં ચાલી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ અમદાવાદ પશ્ચિમથી જીગ્નેશ મેવાણીને ઉતારાઇ શકે છે, ત્યારે આ બેઠક ઉપરથી બીજું નામ હિતેન્દ્ર પીઠડિયાનું પણ સામે આવી રહ્યું છે. અમદાવાદ પૂર્વ બેઠકથી પણ કોંગ્રેસની ટિકિટ નક્કી હોય તેવું લાગી રહ્યું છે, આ બેઠક ઉપરથી રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાને કોંગ્રેસ મેદાને ઉતારી શકે છે.

જામનગર અને જુનાગઢ પર ગુજરાત કોંગ્રેસ નવો દાવ રમી શકે છે. આ બંને બેઠકો પર જાતિગત સમીકરણોમાં ઉલટફેર કરાય તેવી શક્યતાઓ છે. જૂનાગઢ બેઠકથી હીરાભાઈ જોટવા અને પ્રગતિ આહીરના નામ સામે આવી રહ્યા છે. જામનગરમાં પણ આહીરને કોંગ્રેસ હવે પાટીદાર નેતાને ઉતારવા તૈયાર છે. જામનગરથી જે.પી.મારવિયા, પાલ આંબલિયા અને મનોજ કથીરિયાનું નામ પણ ચર્ચામાં છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement