મનપા દ્વારા સિટી બ્યુટીફિકેશન અંતર્ગત કરાઇ વિવિધ કામગીરી
રોડની સઘન સાફ-સફાઇ, ફૂટપાથ ડીવાઇડર રિપિેરંગ, વોલ પેઇન્ટિંગ, થર્મોપ્લાસ્ટ પદ્દા-ઝીબ્રા ક્રોસીંગ કરાયા
ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી સીટી બ્યુટીફીકેશન ઝુંબેશ અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં વિવિધ શાખા દ્વારા જુદાજુદા વિસ્તાર અને રોડ પર કામગીરી ચાલી રહી છે. જેમાં ત્રણેય ઝોનમાં વોર્ડ વાઈઝ ટીમો બનાવી રોડની સઘન સાફ-સફાઈ, ફૂટપાથ રીપેરીંગ, ડીવાઈર રીપેરીંગ, વોલ પેઇન્ટિંગ, થર્મોપ્લાસ્ટ પટ્ટા/ઝીબ્રા ક્રોસીંગ તથા રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાખા દ્વારા લગત કામગીરી કરવામાં આવી રહી છે.
જેમાં શહેરમાં આવેલ અન્ડરબ્રિજ/ઓવરબ્રિજની દીવાલો પર ટ્રેન અને બ્રિજના ચિત્રો દોરવામાં આવ્યા છે જે ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.શહેરના ઝોન વાઈઝ મેઈન રોડ પર બાંધકામ શાખા દ્વારા ફૂટપાથ રીપેરીંગ, ડીવાઈર રીપેરીંગ, વોલ પેઇન્ટિંગ, થર્મોપ્લાસ્ટ પટ્ટા/ઝીબ્રા ક્રોસીંગ જેવી કામગીરી કરવામાં આવે છે. શહેરમાં આવેલ અન્ડરબ્રિજ/ઓવરબ્રિજની વોલ પર વિવિધ થીમ બેઇઝ પેઇન્ટિંગ કરવામાં આવે છે. બી.આર.ટી.એસ. રૂૂટ પર રેલીંગને પ્રાઈમર કલર કામ કરવામાં આવેલ છે.સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ત્રણેય ઝોનમાં સીટી બ્યુટીફીકેશન અન્વયે મેઈન રોડની સાફ- સફાઈની કામગીરી કરવામાં આવેલ છે.ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા ડીવાઈડરને કલરકામ અને થર્મોપ્લાસ્ટ વડે રસ્તા પર સાઈડમાં સફેદ પટ્ટા તેમજ ઝીબ્રા ક્રોસીંગના સફેદ પટ્ટાની કામગીરી કરવામાં આવે છે.ગાર્ડન શાખા દ્વારા સીટી બ્યુટીફીકેશન અન્વયે ડીવાઈડરના છોડનું કટિંગ કામ, રોડ ડીવાઈડર સફાઈ કામ, પાણી આપવાનું કામ, ઝાડની નડતરરૂૂપ ડાળીઓના કટિંગ કામ વગેરે કરવામાં આવે છે.રોશની શાખા દ્વારા શહેરના મેઈન રોડ અને ગાર્ડનમાં રહેલ સ્ટ્રીટ લાઈટના પોલને કલરકામ કરવાની કામગીરી કરવામાં આવે છે.