ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વનતારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ મિશનને લઈને તૈયાર, નવી વેબસાઈટનું અનાવરણ

11:23 AM Apr 11, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

આગામી દિવસોમાં વેબસાઈટ પર વિવિધ પ્રજાતિઓ, તેમના રહેઠાણો, આહાર, સંભાળની જરૂરિયાતો અને બચાવ પ્રયાસોની ઉંડાણ પૂર્વક વિગતો મુકાશે

વનતારાના સ્થાપક અને સ્વપ્નદૃષ્ટા પરોપકારી અનંત મુકેશ અંબાણીના જન્મદિવસ નિમિત્તે વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ, રેહાબિલિટેશન અને ક્ધઝર્વેશન ક્ષેત્રે વિશ્વની અગ્રણી સંસ્થાઓમાંની એક વનતારાએ તેની નવી વેબસાઇટ દફક્ષફિંફિ .શક્ષના લોન્ચની જાહેરાત કરી છે. આ પ્લેટફોર્મ એક શક્તિશાળી ડિજિટલ અનુભવ પૂરો પાડે છે જે આકર્ષક સ્ટોરીટેલિંગ અને ઇન્ટ્યુટીવ ડિઝાઇનનો સુભગ સમન્વય છે, જે સંસ્થાની વાઇલ્ડ લાઇફ ક્ધઝર્વેશન, એજ્યુકેશન અને રિસર્ચ પ્રત્યેની ઊંડી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

નવી વેબસાઇટની મુખ્ય વિશેષતા તેની 360-ડિગ્રી વિઝ્યુઅલ ટૂર છે, જેમાં મુલાકાતીઓ વનતારાની દુનિયામાં ખોવાઈ જાય છે, સાથે સાથે સંસ્થાની પ્રાણી સંગ્રહાલય તરીકે નહીં પરંતુ રેસ્ક્યૂ અને રેહાબિલિટેશન કેન્દ્ર તરીકેની ઓળખને મજબૂત બનાવે છે. આ પ્લેટફોર્મ ઇન્ટરેક્ટિવ મોશન ગ્રાફિક્સ અને એનિમેશન દ્વારા પ્રાણીઓની વાર્તાઓને જીવંત બનાવતો ડાયનેમિક અને વિઝ્યુઅલથી સમૃદ્ધ અનુભવ પૂરો પાડે છે. અડચણો વગરની ડિઝાઇનના તત્વો પ્રાણીઓ અને તેમના રહેઠાણો વચ્ચેના ઊંડા જોડાણને પ્રતિબિંબિત કરે છે, જ્યારે સરળ અને સાહજિક ઇન્ટરફેસ સુગમ નેવિગેશન સુનિશ્ચિત કરે છે. ડેસ્કટોપથી લઈને ટેબ્લેટ અને સ્માર્ટફોન સુધીના બધા ડિવાઇસીસ માટે સંપૂર્ણપણે ઑપ્ટિમાઇઝ કરેલી આ સાઇટ તમામ પ્લેટફોર્મ પર વપરાશકર્તાને સરળ અને સુસંગત અનુભવ પૂરો પાડે છે. ખાસ પ્રકારની તસવીરો અને લીલા રંગના થીમ આધારિત દૃશ્યોનો વિચારપૂર્વક ઉપયોગ વનતારાના પર્યાવરણ પ્રત્યેના સભાન મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા પર વધુ ભાર મૂકે છે.

આગામી મહિનાઓમાં વનતારા તેની વેબસાઇટ પર અનેક પ્રજાતિઓનો જ્ઞાનકોશ લોન્ચ કરશે - એક એવું વ્યાપક પ્લેટફોર્મ જેમાં વિવિધ પ્રજાતિઓ, તેમના રહેઠાણો, આહાર, સંભાળની જરૂૂરિયાતો અને બચાવ પ્રયાસોની ઊંડાણપૂર્વકની વિગતો આપવામાં આવશે, જે વન્યજીવન માહિતી માટે એક જ ઠેકાણે ઉપલબ્ધ સંસાધન તરીકે સેવા આપશે. આ ઉપરાંત પ્રજાતિઓ અને પેટાજાતિઓ પર વિગતવાર સામગ્રીનો સમાવેશ થશે, જેમાં અદ્યતન ડીએનએ પ્રોફાઇલ્સનો સમાવેશ થતાં આ રિસોર્સ હબનો વિસ્તાર થશે. આ પહેલ વનતારા ધીરુભાઈ અંબાણી વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ લેબોરેટરીના અગ્રણી કાર્ય સાથે સુસંગત છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar newsVantara WildlifeVantara Wildlife Rescue Mission
Advertisement
Next Article
Advertisement