રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વંદે મેટ્રો ટ્રેન 5 કલાકમાં અમદાવાદથી ભુજ પહોંચી

01:28 PM Sep 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

12 એ.સી. કોચ સાથેની ટ્રેનનું ટ્રાયલ સફળ

મુસાફરોની સુવિધા વધારવા માટે ટ્રેનમાં રેલવે સતત અપડેટ કરી રહી છે. વંદેભારત એક્સપ્રેસ ટ્રેન બાદ હવે ઓછા અંતરે આવેલા બે શહેરો વચ્ચે વંદે મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જે અંતર્ગત ગુજરાતમાં અમદાવાદ થી કચ્છના ભુજ વચ્ચે દોડતી પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો ટ્રાયલ આજે સફળતાપૂર્વક સંપન્ન થયો છે. જેથી ટૂંક સમયમાં આ રૂૂટ પર પવંદે મેટ્રોથ શરૂૂ કરવામાં આવે તેવી શક્યતા છે.12 એસી કોચ સાથેની વંદે મેટ્રો ટ્રેન અમદાવાદથી નીકળ્યા બાદ 110 કિ.મી/ પ્રતિકલાકની ઝડપે દોડીને 5 કલાક બાદ 12:59 મિનિટે ભુજ પહોંચી હતી. જ્યાંથી બપોરે 13:40 કલાકે ફરીથી અમદાવાદ જવા રવાના થઈ હતી.જ્યા રેલવે વિભાગના અધિકારીઓ તેમજ સ્ટાફના સભ્યોએ ચકાસણી કરી હતી. જે બાદ ટ્રેન બપોરે 13.40 મિનિટે પરત અમદાવાદ જવા માટે રવાના થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ઓગસ્ટ મહિનાની શરૂૂઆતમાં અમદાવાદ-ભુજ રૂૂટ પર વંદે મેટ્રો શરૂૂ થવાની શક્યતા હતી. આ માટે 12 કોચનું રેક આઇસીએફ ચેન્નાઈથી અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યું હતુ.

12 એસી કોચ ધરાવતી વંદે મેટ્રો ટ્રેનના દરેક કોચ સીસીટીવીથી સજ્જ હશે. જેમાં મુસાફરોને આરામદાયક સફરની સુવિધા માટે સોફા ચેર લગાવવામાં આવ્યા છે. આ સાથે જ દરેક કોચમાં વોશ બેસિન, ટોઈલેટ, ઓટોમેટિક ગેઈટ, એલઇડી ડિસ્પ્લે, મોબાઈલ ચાર્જીંગ શોકેટ સહિતની સુવિધા મળશે. ખાસ વાત એ છે કે, વંદે મેટ્રોમાં મુસાફરી કરવા માટે પેસેન્જર્સને રિઝર્વેશન કરાવવાની જરૂૂર નહીં રહે.

Tags :
Ahmedabad newsgujaratgujarat newsVande Metro train
Advertisement
Next Article
Advertisement