વનરાજોનું વેકેશન પૂરું, સાસણગીરમાં આજથી પ્રવાસીઓને પ્રવેશની છૂટ
સાસણ ગીરમાં વનરાજોનું ચોમાસું વેકેશન પુરુ થતાં આજથી પ્રવાસીઓ માટે સિંહ દર્શન ફરી શરૂ કરાયું છે. આજે સવારે પ્રવાસીઓનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરાયું હતું. પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે જૂની જીપ્સીઓની જગ્યાએ નવી 110 મોડીફાઈડ બોલેરો ગાડીઓને આકર્ષણ જમાવ્યું છે. જો કે, ભાડામાં પણ રૂા. 1500નો તોતીંગ વધારો ઝીંકાયો છે.
ચોમાસાના 4 મહિના ગીર અભ્યારણ્ય બંધ હતું, કારણ કે, સમયગાળામાં સિંહો સહિતના વન્ય પ્રાણીઓનો સંવનન કાળ ગણવામાં આવે છે, તે આજે પૂર્ણ થયો છે, અને આવતીકાલે વહેલી સવારથી જંગલ સફારી માટે શિયાળુ સત્રનો આરંભ કરવામાં આવેલ સવારે પ્રવાસીઓને કુમકુમ તિલક કરીને સ્વાગત કરીને રવાના કરવામાં આવ્યું હતુ.
દર વર્ષે ચોમાસામાં 15 જુનથી 15 ઓક્ટોમ્બર સુધી (4 માસ) સાસણમાં ગીરનું જંગલ અને ગિરનારનું જંગલમાં વસવાટ કરતા સિંહ સહિતના વન્ય પ્રાણીઓનું વેકશન હોય છે, આ વેકેશન પૂર્ણ થવાને આડે હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે, તા.16 ઓકટોબરથી વિધિવત રીતે સિંહોનું વેકેશન પૂર્ણ થતા જંગલમાં પ્રવાસીઓને પ્રવેશ માટે મંજુરી આપવામાં આવશે. તેના માટે વન વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
ચોમાસા દરમિયાન જંગલમાં અનેક રસ્તાઓ બિસ્માર બન્યા હતા, તે તમામ રસ્તાઓનું કામ પૂર્ણ થયું છે.
જૂની જીપ્સી ગાડીઓને કાઢી નાખીને નવી 110 મોડીફઈડ બોલેરો ગાડીઓ મુકવામાં આવી છે. આના ભાડામાં 1500 રૂૂપિયાનો વધારો નોધાયો છે, જીપ્સીનું ભાડું 2000 રૂૂપિયા અને નવી બોલેરોનું ભાડું 3500 રૂૂપિયા છે.