વાજડી-ગઢ ટીપી સ્કીમ 77ને પરામર્શ માટે મંજૂરી
રૂડાની બોર્ડ બેઠકમાં 71 ગામોનો પીવાનું પાણી આપવાની 184.34 કરોડની યોજનાને બહાલી
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા.09-07-2025ના રોજ 177મી બોર્ડ બેઠક ચેરમેન તુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાયેલ. બોર્ડ બેઠકમાં નવી ટીપી સ્કીમ પરાર્મર્શ તેમજ પાણી પૂરવઠા યોજના સહિતના કામોને મંજૂરી આપી ખર્ચેને. બહાલી આપવામાં આવી હતીે જેમાં રૂૂડા દ્વારા તૈયાર કરાયેલી રૂૂડા વિસ્તારની મંજુર થયેલી મુસદ્દારૂૂપ નગર રચના યોજના નં.77(વાજડી ગઢ)ની પ્રારંભિક નગર રચના યોજનાની ટીપીઓ દ્વારા તૈયાર કરાયેલ કામ ચલાઉપુન:રચનાનીદરખાસ્તોને પરામર્શ આપવાની આગળની કાર્યવાહી કરવા મંજૂરી આપવામાં આવેલ છે.
રૂૂડા વિસ્તારમાં 48 ગામોનો સમાવેશ છે. આંતરમાળખાકિય સુવિધા અંતર્ગત અગાઉ ફેઝ-1 અંતર્ગત 20 ગામોમાં શુધ્ધ પીવાનું પાણી આપવાની યોજના કાર્યરત છે, અને હાલેફેઝ -2 હેઠળ 15 ગામોને રૂૂ. 119.34 કરોડના ખર્ચે શુધ્ધ પીવાનું પાણી આપવાના કામને તથા ફેઝ-3 હેઠળ 8 ગામોને રૂૂ. 65.00 કરોડના ખર્ચે શુધ્ધ પીવાનું પાણી આપવાનાકામને બહાલી આપવામાં આવેલ છે.
જે અન્વયે SJMMSVY ગ્રાન્ટની માંગણી કરવામાં આવશે. રૂૂડા હસ્તક આવેલા પા. પૂ. યોજનાના પમ્પીંગ સ્ટેશન અને હેડવર્કસ પર સોલારરૂૂફટોપ મુકવાની પહેલ કરવામાં આવેલ છે, જે કામગીરી માટે રૂૂ. 2.11 કરોડનાખર્ચને બહાલી આપવામાં આવેલ છે.
આંતરમાળખાકિય સુવિધા અંતર્ગત DTP 43 (વાજડી-વડ)માઅંદાજીત 4કિ.મી.લંબાઇના ડામર રસ્તા બનાવવાની કામગીરી માટે રકમ રૂૂ.15.34 કરોડનાખર્ચનેબહાલી આપવામાં આવેલ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજનાઅંતર્ગતવિવિધ સાઇટ ખાતે ફાળવેલ આવાસ ધારકો દ્વારા આવાસ ભાડે આપેલ હોય, તેવા આવાસને નિયતપ્રક્રિયા દ્વારા સીલ કરવા અને તે અંગે નિયત ચાર્જ વસુલ કરવાની નીતિને બોર્ડની બહાલી આપવામાં આવેલ છે.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળહસ્તકની જગ્યામાં હોર્ડિંગ્સ-બોર્ડ/ કોમ્યુનિકેશન ટાવર ઉભા કરવા માટે નવા ટેન્ડર કરવાની બાબતને બોર્ડની બહાલી આપવામાં આવેલ છે. ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા, રિઝીયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલીટી મહેશજાની, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, રૂૂડાના સી.ઈ.એ.શ્રી જી.વી.મીયાણી, કલેક્ટરના પ્રતિનિધિ તરીકે કુ.મહેક જૈન, મુખ્ય નગર નિયોજકના પ્રતિનિધિ તરીકે કે.આર.સુમરા તથા છખઈના સીટી એન્જી.કે.કે.મહેતા હાજર રહેલ હતા.