વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મસ્કત, ઓમાન દુબઇ સહિતના 12 દેશોની ધર્મ પ્રચાર યાત્રાએ
વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીની મસ્ક્ત ઓમાન - દુબઇ ખાતે ધર્મ પ્રચાર યાત્રા - ગત રોજ રાજકોટથી પ્રસ્થાન કર્યું. 11 થી 19 જાન્યુઆરી દરમ્યાન ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
વિશ્વભરમાં સનાતન ધર્મના સંસ્કારોને જીવંત રાખવા તથા યુવા પેઢીને સકારાત્મકતાથી ભરપૂર આનંદમય જીવનશૈલી તરફ અગ્રેસર રાખવાના અભિગમ સાથે છેલ્લા લગભગ બે દાયકાથી વિશ્વના અનેક દેશોમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહારાજના સાનિધ્યમાં ધાર્મિક - સાંસ્કૃતિક અનુષ્ઠાનો સમયાંતરે સંપન્ન થતાં આવ્યા છે. મહારાજની પ્રેરણા અને આશિષના ફળસ્વરૂૂપે આજે વિશ્વના 12થી વધુ દેશોમાં આપ સંસ્થાપિત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO)ના માધ્યમથી ધર્મ સેવા સાથે સમાજ સેવા, માનવ સેવા, પ્રકૃતિ સેવા તથા રાષ્ટ્ર સેવા જેવા સેવાકીય અભિગમ આજે કાર્યરત છે.
ત્યારે ગત રોજ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીએ મસ્ક્ત - ઓમાન તથા દુબઈના ધર્મ પ્રચાર યાત્રા અર્થે રાજકોટથી પ્રસ્થાન કર્યું હતું. તા.11 થી 19 જાન્યુઆરી દરમ્યાન મસ્ક્ત,દુબઇ,શારજાહ તથા બર દુબઇ ખાતે સત્સંગ - વચનામૃત - શ્રીકૃષ્ણ ધ્યાન જેવા આધ્યાત્મિક આયોજનો મહારાજના સાનિધ્યમાં સંપન્ન થશે. ગલ્ફ દેશોમાં વસતા ભારતીય સમુદાયના ધર્મપ્રેમીજનો મોટી સંખ્યામાં આ અલૌકિક આયોજનોથી લાભાન્વિત બનશે