રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર, ફેસબુક પર કરી પોસ્ટ

10:51 AM Mar 23, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાતમાં લોકસભાની આગામી તા.7 મેના રોજ યોજાનાર ચૂંટણી પૂર્વે ભાજપે હજુ 26માંથી 22 બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે અને 4 બેઠકો ઉપર કોકડુ ગુંચવાયેલ છે ત્યારે વડોદરાની બેઠક ઉપર સાંસદ રંજનબેન ભટ્ટને રીપીટ કરવામાં આવતાં ભાજપમાં જ ઉઠેલા આંતરિક અસંતોષના પગલે રંજનબેન ભટ્ટને બદલવામાં આવે તેવી અટકળો વચ્ચે આજે અચાનક જ સાંસદ રંજનબેન ભટ્ટે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એકસ ઉપર પોસ્ટ મુકીને અંગત કારણોસર લોકસભાની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતાં સમગ્ર રાજકીય અસંતોષમાં નવો જ વળાંક આવ્યો છે.

Advertisement

રંજનબેન ભટ્ટે આજે સવારે 10.30 વાગ્યે પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એકસ ઉપર અંગત કારણોસર ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતાં આગામી દિવસોમાં વડોદરાના ઉમેદવાર બદલાઈ તેવી પુરી શકયતા દર્શાવવામાં આવી રહી છે.વડોદરામાં રંજનબેનને રીપીટ કરવામાં આવતાં સ્થાનિક ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં જબરો અસંતોષ ફાટી નીકળ્યો હતો અને જયોતીબેન પંડયા એ પણ ખુલ્લો બળવો પોકારતાં તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં. બીજી તરફ વડોદરામાં આંતરિક મનમાની ચાલતી હોવાના પગલે ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે પણ રાજીનામુ આપી દીધું હતું. પરંતુ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની દરમિયાનગીરીથી એક જ દિવસમાં તેમણે યુ ટર્ન લઈને રાજીનામું પાછું ખેંચી લીધું હતું. આ ઘટના બાદ બીજા દિવસે જ વડોદરામાં પોસ્ટર વોર શરૂ થઈ હતી અને રંજનબેન વિરોધી પોસ્ટરો લાગ્યા હતાં. આમ છતાં ભાજપની આંતરિક આગ નહી ઠરતાં રંજનબેન ભટ્ટને બદલવામાં આવે તેવી અટકળો સેવાતી હતી.

આ ઘટના ક્રમ વચ્ચે આજે અચાનક જ રંજનબેન ભટ્ટે લોકસભાની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતાં હવે આગામી દિવસોમાં રંજનબેનના સ્થાને વડોદરામાં ભાજપ અન્ય કોઈને ટિકીટ આપી ચૂંટણી લડાવે તેવી શકયતા વધી ગઈ છે. સુત્રોના કહેવા મુજબ ભાજપે ઉમેદવાર બદલતા પહેલા રંજનબેન પાસે જ પોતે ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવે તેવો દાવ ખેલ્યો હોવાનું માનવામાં આવે છે. રંજનબેને ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી તેની પાછળ પણ ભાજપના હાઈકમાન્ડની કોઈ ઈચ્છા હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

Tags :
BJPgujaratgujarat newspolitical newsPoliticsvadodaraVadodara MP Ranjanben Bhattvadodara news
Advertisement
Next Article
Advertisement