વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયા જંગ: છઠ્ઠા રાઉન્ડમાં કોંગ્રેસના ગુલાબસિંહ 7610 મતે આગળ, ભાજપ મૂંઝવણમાં
10:59 AM Nov 23, 2024 IST | Bhumika
Advertisement
વાવ વિધાનસભાની પેટા ચુંટણીનું ૧૩ નવેમ્બરના મતદાન થયા બાદ બધાની નજર ચુંટણીનાં પરિણામ પર હતી. ત્યારે આજે સવારે 8 વાગ્યાથી સૌથી પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી બાદ ઈ.વી.એમના રાઉન્ડની મત ગણતરી હાથ ધરાઇ છે. ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચેના ત્રિકોણીયા જંગ જામ્યો છે. છઠ્ઠા રાઉન્ડમાં કોંગ્રેસના ગુલાબસિંહ 7610 મતે આગળ છે,.
ભાજપના સ્વરૂપજી ઠાકોર જ્યારે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ સહિત 10 ઉમેદવારો વચ્ચે રાજકીય જંગનો પરિણામ છે
Advertisement
કુલ 321 બુથની 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાઈ. જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી મતગણતરી માટે વિવિધ કુલ 159થી વધુ અધિકારી/કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં 59 કર્મચારીઓનો કાઉન્ટિંગ સ્ટાફ છે. આ ઉપરાંત CCTV કેમેરાથી સુસજ્જ મતગણતરી કેન્દ્ર ખાતે 400 પોલીસ જવાનો, CAPF, SRP જવાનો ફરજ બજાવી રહ્યા છે.
Advertisement