For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડોદરા ભાજપ સંકલનની બેઠકમાં મેયર-શહેર પ્રમુખ વચ્ચે જામી પડી

04:28 PM Dec 22, 2023 IST | Sejal barot
વડોદરા ભાજપ સંકલનની બેઠકમાં મેયર શહેર પ્રમુખ વચ્ચે જામી પડી

શિસ્તબધ્ધ મનાતા ભાજપમાં અવારનવાર કાર્યકરો કે હોદ્દેદારોની અંદરો અંદરની લડાઈ કે જુથવાદ છલકાતો જોવા મળે છે આવો જ વધુ એક બનાવ વડોદરા ભાજપની સંકલન બેઠકમાં જોવા મળ્યો છે.
વાત જાણે એમ છે કે, વડોદરામાં ભાજપની સંકલન બેઠકમાં શહેર પ્રમુખે મેયરને ખખડાવ્યા હતા. આ તરફ વાત એટલી બધી આગળ વધી ગઈ કે, મેયરે તો ઈખને રાજીનામુ આપવાની વાત સુધી કરી નાખી. આ તરફ હવે આ મામલે રાજકારણ ગરમાયું છે.
વડોદરામાં ભાજપની સંકલન બેઠકમાં એક વિવાદ સર્જાયો છે. વિગતો મુજબ સંકલનની બેઠકમાં શહેર પ્રમુખે મેયરને ખખડાવ્યા હતા. આ દરમિયાન બેઠકમાં સંગઠન અને પાલિકાના પદાધિકારીઓ સામસામે આવ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ બેઠકમાં શહેર પ્રમુખે ઈખ તમારા વિસ્તારમાં આવે છે, છતાં કોર્પોરેટરો સાથે મિટિંગ ન કરી કહી મેયરને ખખડાવ્યા હતા. આ તરફ મેયરે ગુસ્સે થઈ કહ્યું, ચાલો શીતલભાઈ આપણે મુખ્યમંત્રીને રાજીનામું આપી દઈએ. સ્ટેન્ડિંગ ચેરમેન શીતલ મિસ્ત્રીએ પણ મેયરની વાતમાં સુર પુરાવ્યો હતો. શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહે સંકલનમાં બળાપો ઠાલવ્યો અને કહ્યું કે, મારું કોઈ સાંભળતું નથી. વિગતો મુજબ શહેર પ્રમુખે રોષ વ્યક્ત કરતા મેયર પિંકીબેન સોનીએ ઈખને રાજીનામુ આપવાની વાત કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement