વડોદરાનો પૂર્વ ક્રિકેટર સ્વામિનારાયણ મંદિરના બે કરોડ ઓળવી ગયાની ફરિયાદ
વડોદરાના પૂર્વ ક્રિકેટર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી. રાજસ્થાનના કોટામાં આવેલા સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટના બે કરોડ રૂૂપિયા પૂર્વ ક્રિકેટર રિશી આરોઠે પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી રિશી આરોઠે કોટામાં સ્વામિનારાયણ મંદિરના બે કરોડ રૂૂપિયા આંગડિયા મારફતે નાસિક મોકલવાના બદલે સીધા વડોદરા તેના પિતા તુષાર આરોઠેને મોકલી દીધાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઝોળીદાનમાં એકઠી થયેલી મંદિરની આ રકમ પૂર્વ ક્રિકેટર ઓળવી જતા સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
gujarat news
કોટા સ્વામિનારાયણ મંદિરના ચાર્ટડ એકાઉટન્ટ શશાંકભાઈએ આંગડિયાથી નાણાં નાસિક મોકલવા માટે રિસી આરોઠેને આપ્યા હતાં. નાસિકમાં આવેલા શિખરબદ્ધ મંદિર અને ગુરૂૂકુળમાં આ રકમનો ઉપયોગ કરવાનો હતો. જે અંગે મંદિર ટ્રસ્ટની સામાન્ય સભામાં ઠરાવ પણ કરાયો હતો. રિશીએ નાણાં નાસિક મોકલવાના બદલે 1 કરોડ 39 લાખ રૂૂપિયા વડોદરા ઘરે મોકલ્યા હતા. જ્યારે 60 લાખ રૂૂપિયા આંગડિયા મારફતે નાસિક મોકલ્યા હતા. જે નાણાં પણ રિશીના સાગરિતોએ લઈ લીધા હતા. એસઓજીએ બિન હિસાબી 1.39 કરોડની રકમ જપ્ત કર્યા બાદ રાવપુરા અને માંજલપુરમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં રિશી આરોઠેની ધરપકડ બાદ છૂટકારો થયો હતો.