શહેરની 152 વર્ષ જૂની ગૌશાળામાં ઉત્તરાયણે દાન આપવા આહ્વાન
જામનગરમાં લીમડા લાઇન વિસ્તારમાં આવેલી શ્રી જામનગર પાંજરાપોળ ગૌશાળા કે જે 152 વર્ષ જુની છે. ત્યાં 1100 ગાયોનો નિભાવ કરવામાં આવે છે. જેમાં અપંગ - વૃધ્ધ - સુરદાસ - બિમાર તથા માતા વગરના ગાયોના નાના વાછરડાઓને રોજ દૂધ પિવડાવીને વર્ષોથી નિભાવ કરવામાં આવે છે.
જામનગરની પાંજરાપોળ ગૌશાળામાં દરેક ગાય માતાને જુદા જુદા વાડામાં રાખવામાં આવે છે. બિમાર-સુરદાસ-અપંગ-વૃધ્ધ-નાની વાછરડીના વાડાઓ અલગ તથા તેના માટેનો ખોરાક પણ નિયમીત લીલુ-મકાઇ-ગોળ-ખોળ કપાસીયા તમામ જરૂૂરીયાત મુજબ આપવામાં આવે છે. ગૌશાળામાં 24 કલાક વર્ષોથી પશુ ચિકિત્સકની સેવા ઉપલબ્ધ કરાવાઇ છે.
જામનગર શહેર અને જીલ્લામાં અનેક સેવાભાવી સંસ્થા તથા બહોળા પ્રમાણમાં સેવાભાવી દાતાઓ છે. જે સર્વેને જામનગર પાંજરાપોળના સંચાલકોની વિનંતી છે કે એકવાર રૂૂબરૂૂ પાંજરાપોળ ગૌશાળાની મુલાકાત લ્યો અને પરિવાર અથવા મિત્ર વર્તુળ વગેરેને બતાવો કે પાંજરાપોળમાં ગાયોનો નિભાવ કઇ રીતે થાય છે.
આ ઉપરાંત જીવદયા પ્રેમીઓને જણાવવાનું કે, જામનગર જીલ્લામાં લાલપુર તાલુકામાં આવેલા નાના ખડબા ગામમાં પણ બીજી પાંજરાપોળ ગૌશાળા તરીકે વર્ષોથી કાર્યરત છે. આ બંને ગૌશાળા 152 વર્ષથી હજારો અબોલ મુંગા જીવોનો આજીવન નિભાવ કરતી સંસ્થા છે. જેમાં બારેમાસ સેંકડો નિરાધાર પશુઓ અકસ્માતમાં ધવાયેલા પશુઓને વિના મુલ્યે સારવાર અપાય છે. હિન્દુ સંસ્કૃતિમાં મકરસંક્રાંતિનો પર્વ આપણા માટે ખુબ જ મોટો તહેવાર તો છે જ. પણ સાથે સાથે આપણા જીવનમાં પુણ્યનું ભાથુ બાંધવા માટે ગાયોને દાન આપવાનો મોટો દિવસ છે. આપનું સંક્રાંતિદાન ગાય માતા માટે કેટલું અમુલ્ય છે કે જેનાથી મુક પ્રાણીને ખોરાક - પાણી - સારવાર તથા તંદુરસ્ત જીવન મળે છે. ગૌશાળામાં હવા ઉજાશવાળો મોટો ડોમ, પંખા તથા દર મહીને હેલ્થ ચેકઅપ રાખવામાં આવે છે.
આ સાથે જામનગરના પાંજરાપોળના સંચાલકો દ્વારા છોટી કાશીના સર્વે દાતાઓને અપીલ કરવામાં આવે છે કેે જામનગર પાંજરાપોળ ગૌેશાળા લીમડાલાઇન ભુમી પ્રેસની બાજુમાં આવેલી છે. જયાં આપણા સર્વે પિતૃ માટે મકર સંક્રાતિના દિવસે ગાયોને દાન આપી ખુબ જ મોટું પુણ્ય મેળવવા અને પાંજરાપોળમાં દાન આપવા સર્વેને અપીલ છે.