For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં વ્યાજખોરોએ હદ વટાવી..ઉઘરાણી ન મળતા 14 વર્ષીય બાળકી પર બે-બે વાર દુષ્કર્મ આચર્યુ

11:14 AM Dec 04, 2023 IST | Bhumika
રાજકોટમાં વ્યાજખોરોએ હદ વટાવી  ઉઘરાણી ન મળતા 14 વર્ષીય બાળકી પર બે બે વાર દુષ્કર્મ આચર્યુ

Advertisement

રાજ્યમાં દિવસે એન દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધતો જાય છે. ત્યારે ફરી એકવાર વ્યાજખોરો દ્વારા ત્રાસની ઘટના પ્રકાશમાં આવી છે, રાજકોટમાં પૈસા પડાવવાની સાથે વ્યાજખોરોએ દુષ્કર્મની પણ ઘટનાને અંજામ આપ્યો છે. રાજકોટમાં વ્યાજખોરોએ 14 વર્ષની બાળકી પર એક નહીં પરંતુ બે વખત દુષ્કર્મની આચર્યું હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદને ધ્યાનમાં લઈને ક્રાઈમ બ્રાન્ચે પાંચ લોકો સામે ફરિયાદ નોંધી છે, જેમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા પણ આ વ્યાજખોરોએ 17 વર્ષની બાળકીની છેડતી કરી હતી અને પરિવારના સભ્યોનું પણ અપહરણ કર્યું હતું.

મળતી વિગતો મુજબ, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં 14 વર્ષની બાળકી પર વ્યાજખોરોએ બે વખત દુષ્કર્મની આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટના કઈક આવી છે કે રાજકોટમાં વ્યાજખોરોએ એક પરિવાર પાસેથી એક લાખ રૂપિયા પડાવ્યા હતાં, આ પરિવારના ચાર સભ્યોનું વ્યાજખોરોએ દ્વારા અપહરણ કરવામાં આવ્યું અને બાદમાં 14 વર્ષની બાળકી પર બે વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો. આ વ્યાજખોરોએ ખોટી રીતે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી અને આ ઘટનામાં પોલીસ ફરિયાદ કરવા છતાં વ્યાજખોરોએ 14 વર્ષની બાળકી પર તેના પરિવારની સામે જ બે વખત દુષ્કર્મની આચર્યું હતું.

Advertisement

આ સમગ્ર ઘટના બાદ પોલીસે આરોપી હકુભા ઘીયા, તેની પત્ની ખાતુબેન, પુત્ર એઝાદ, પુત્રવધૂ સોનીબેન એઝાદ ખીયાણી અને અન્ય એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી હતી. આઈપીસીની કલમ 376(2) અને (3), 363, 365, 504, 506, 323, 114, પોક્સો એક્ટની કલમ-6, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ત્રણની ધરપકડ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement